તાપી જિલ્લાના સોનગઢના જાદુગરે દેશનું નામ રોશન કર્યું
Live TV
-
કોરોનાની પરિસ્થિતિ દેશ સાથે વિશ્વમાં વિકટ છે ત્યારે અમેરિકાની જાદુગર માટેની સંસ્થા ઇન્ટરનેશનલ બ્રધરહુડ ઓફ મેજિશિયન દ્વારા સાત દેશોના જાદુગર વચ્ચે એક ઓનલાઇન હરીફાઈ યોજાઇ હતી. આ ઓનલાઇન જાદુની સ્પર્ધામાં તાપી જિલ્લાના સોનગઢના જાદુગર અભય બીજા ક્રમે વિજેતા બની દેશનું નામ રોશન કરતા દક્ષિણ ગુજરાતના જાદુગરો દ્વારા નવસારી ઉન ગામે આવેલા સાંઇબાબા મંદિરમાં તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
કોરોનાના કારણે જાદુ કરતા રોજગારી પર અસર પડી છે. વિસરાતી જતી આ કળાને જીવંત રાખવા માટે જાદુગરની ટીમ આજે પણ આ કળાને અકબંધ રાખી છે. જે સમયે મોબાઇલ ઇન્ટરનેટ નહોતું તે સમયે મનોરંજનના અનેક સાધનો પૈકી જાદુની કલાને પણ લોકો માણતા હતા.જાદુના ખેલમાં ભારતનો ડંકો વિજેતા જાદુગર અભયના જણાવ્યા મુજબ તેઓ 13 વર્ષથી દક્ષિણ ગુજરાતમાં જાદુના ખેલ કરીને મનોરંજન પૂરું પાડવાનું કાર્ય કરી રહ્યાં છે. તેમણે સમગ્ર વિશ્વ કક્ષાએ બીજો ક્રમાંક પ્રાપ્ત કરતા ભારતને ગૌરવ અપાવ્યું છે. જેથી દક્ષિણ ગુજરાતના તમામ જાદુ કરોએ હર્ષની લાગણી સાથે નવસારીમાં તેમના અભિવાદનનો કાર્યક્રમ યોજ્યો હતો.
