તૌકતે વાવાઝોડાને લઇને હવામાન વિભાગે મહત્વની જાહેરાત
Live TV
-
આગામી 12 કલાકમાં વેરાવળથી 1117 કિલોમીટર દુર વેલ માર્ક-લો ડીપ્રેશનમાં પરિવર્તિત થશે: હવામાન વિભાગ
તૌકતે વાવાઝોડાને લઇને હવામાન વિભાગે મહત્વની જાહેરાત કરી છે. જે અંગે માહિતી આપતા હવામાન વિભાગના અધિકારી મનોરમા મોંહતીએ જણાવ્યું હતું કે, આગામી 12 કલાકમાં વેરાવળથી 1117 કિલોમીટર દુર વેલ માર્ક-લો ડીપ્રેશનમાં પરિવર્તિત થશે. બાદમાં, તે સૌરાષ્ટ્રના દરિયા કિનારા તરફ આગળ વઘશે. જેના કારણે 17મી તારીખે સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદ શરુ થશે. તો 18મી તારીખે અતિ ભારે વરસાદની આગાહી છે અને તે દિવસે 40 થી 50 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાશે. અને તે દિવસે દરિયામાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે. બાદમાં 19મી બાદ વાવાઝોડું જુનાગઢથી સોમનાથ, પોરબંદર, જામનગરના દરિયા કિનારે અને કચ્છ તરફ જશે. ત્યારે માછીમારોને દરિયો ન ખેડવા માટે સુચના આપવામાં આવી છે.
