થલસેનાની શારીરિક અને તબીબી કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોએ લેખિત પરીક્ષા માટે નવેસરથી એડમિટ કાર્ડ મેળવવાના રહેશે
Live TV
-
સુરેન્દ્રનગર જિલ્લા રોજગાર અધિકારીની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર થલસેના ભરતી કાર્યાલય - જામનગર દ્વારા દેવભૂમિ દ્વારકા ખાતે સોલ્જર કક્ષાની જગ્યાઓ માટે ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત રેલીમાં શારીરિક કસોટી અને તબીબી કસોટી ઉત્તીર્ણ કરેલ ઉમેદવારો માટે આગામી તા. ૨૫.૭.૨૦૨૧ ના રોજ શ્રી સત્યસાંઈ વિદ્યાલય - જામનગર ખાતે કોમન એન્ટ્રન્સ એકઝામનું આયોજન કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા ખાતે યોજાયેલ આ ભરતી રેલીમાં ઉત્તીર્ણ તમામ ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે આગાઉ એડમિટ કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. એડમિટ કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હોય તેવા તમામ ઉમેદવારોએ હવે નવેસરથી એડમિટ કાર્ડ મેળવી લેવાના રહેશે.
જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લાના સંબંધિત ઉમેદવારોને જાણ કરવામાં આવી છે કે, આગામી તા. ૧૨.૭.૨૦૨૧ ના રોજ થલસેના ભરતી કાર્યાલય - જામનગર ખાતે રૂબરૂ ઉપસ્થિત થઈ નવું એડમિટ કાર્ડ મેળવી લેવાનું રહેશે. નવા એડમિટ કાર્ડ મેળવવા માટે જૂનું એડમિટ કાર્ડ ફરજીયાતપણે જમા કરાવવાનું રહેશે તેમજ એક પાસપોર્ટ સાઇઝનો ફોટો સાથે લઇ જવાનો રહેશે. આ અંગે વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી - સુરેન્દ્રનગરના કોલ સેન્ટર નંબર ૬૩૫૭ ૩૯૦ ૩૯૦ પર સંપર્ક કરવા વધુમાં જણાવાયું છે.
