Skip to main content
Settings Settings for Dark

પ્રફુલ પટેલે દીવના ઘોઘલામાં પાંચ કરોડનાં ખર્ચે બનેલા સ્કૂલ બિલ્ડીંગનું ઉદ્દઘાટન કર્યું

Live TV

X
  • દીવ ના ઘોઘલામાં ધોરણ એક થી આઠ માટે સ્કૂલ બિલ્ડીંગનું ઉદઘાટન દાદરા નગર હવેલી દમણ દીવ અને લક્ષદીપના પ્રશાસક પ્રફુલ પટેલના હસ્તે અનાવરણ તથા રિબન કાપી કરવામાં આવ્યું પાંચ કરોડની લાગતથી બનેલ આ સ્કૂલ બિલ્ડીંગમાં આધુનિક સુવિધાઓ જેમકે લાઇબ્રેરી લેબ 20 ક્લાસરૂમ પાણી ટોયલેટ પ્રોજેક્ટર વગેરેની વિવિધ સુવિધા ઉપલબ્ધ છે, ૨૨૭૬ મીટરમાં બનેલી આ ઈમારત ગામના વિકાસમાં ચાર ચાંદ લગાવ્યા છે, આ શાળામાં ૪૦૦ વિધાર્થીઓ અભ્યાસ કરી શકશે, તેવી સુવિધાઓ ઉપલબ્ધ છે, પ્રફુલ પટેલે શાળાનું નિરીક્ષણ કરી પ્રસંશા પણ કરી હતી, આ પ્રસંગે અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. 

    આ પ્રસંગે પ્રશાસક પ્રફુલ પટેલે ખુશી વ્યકત કરી હતી, તેમણે જણાવ્યું હતું કે "તાઉતે" વાવાઝોડામાં ઘણા વર્ષો જૂના વૃક્ષો તથા બીજા પણ અનેક વૃક્ષો ધરાશયી થયા છે, તેથી એક દિવસ એક સાથે વૃક્ષોનું વાવેતર કરવા જનતા પાસે તેમણે સહકાર માંગ્યો. તેમણે વધુમાં કોરોના વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ દીવમાં કોરોનાનો કહેર ખૂબ જ ઓછો છે તેથી કોરોના પ્રત્યે લોકોએ જાગૃત રહેવું જરૂરી છે. દીવ જીલ્લામાં મોટાભાગના લોકો એ વેક્સિન લીધી છે પણ જે લોકોએ વેક્સિન નથી લીધી તેને વહેલી તકે વેક્સિન લેવા માટે  વિનંતી કરી હતી.દીવ ઘોઘલા વચ્ચે કેબલ કાર (રોપ વે) ની સુવિધા પણ કરવામાં આવશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply