દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના તરમકાચ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો
Live TV
-
મહેમાનોના હસ્તે વિવિધ પ્રમાણપત્ર અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના તરમકાચ ગામ ખાતે સ્થાનિક આગેવાનો અને પદાધિકારીઓની અધ્યક્ષતામાં વિકસિત ભારતના સંકલ્પ કાર્યક્રમ યોજાયો હતો. મહાનુભાવો અને ગ્રામજનો એ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉત્સાહભેર વધામણા કરીને સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરી ગામલોકો દ્વારા વિકસિત ભારતની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. સરકારની વિવિધ યોજનાના સ્ટોલ દ્વારા નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી તેમજ નવા લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને લાભ અપાયા તેમજ વિવિધ કચેરીઓ દ્વારા પ્રદર્શન સ્ટોલ અને કેમ્પ પણ રાખવામાં આવ્યા હતા.તેમજ મહાનુભાવો દ્વારા વિવિધ પ્રમાણપત્ર અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંદેશ, સંકલ્પ વિડિયો, વિકાસ યાત્રાની ફિલ્મ સહિત વિવિધ યોજનાઓની ફિલ્મનું પણ આ પ્રસંગે નિદર્શન કરવામાં આવ્યું હતું. યોજનાઓના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો પણ આ પ્રસંગે વ્યક્ત કર્યા હતા. આ તકે ગામના અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.