રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતના બેડમિંટન ક્ષેત્રના આંતરરાષ્ટ્રીય સિનિયર ચેમ્પિયન્સને સમ્માનિત કર્યા
Live TV
-
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તાજેતરમાં વિયેતનામ ખાતે યોજાયેલ બેડમિન્ટન એશિયા સિનિયર ઓપન 2023માં રાજ્યના બેડમિન્ટન ખેલાડીઓની સિદ્ધિઓ બદલ આજે તેમનું સન્માન કર્યુ હતું. ગુજરાત ગવર્નર હાઉસ ખાતે વિજેતા ખેલાડીઓનો સન્માન સમારોહ યોજાયો હતો.
સન્માનિત ખેલાડીઓમાં મુખ્યત્વે ECA ગ્લોબલના સીઇઓ રાજેશ સિંઘ અને DGM SIDBI અજય માથુરનો સમાવેશ થાય છે, જેમણે મેન્સ ડબલ્સ એબોવ 50 (50 વર્ષથી ઉપરની વય) કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. રાજ્યપાલે જીતેન્દ્ર યાદવ અને સમીર અબ્બાસીને મેન્સ ડબલ્સ એબોવ 45 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ બદલ તેમજ ઉન્નીકૃષ્ણ વર્મા અને અરૂપ બીને મેન્સ ડબલ્સ અબોવ 50 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ માટે પણ સન્માનિત કર્યા હતા.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમના સંબોધનમાં વરિષ્ઠ ખેલાડીઓની પ્રતિભા અને પ્રયત્નોને ઓળખવા અને તેનું સન્માન કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ખેલાડીઓના સમર્પણ અને સખત મહેનતને બિરદાવી હતી, અને ભારતમાં બેડમિન્ટનના સ્ટાન્ડર્ડને ઊંચું લઇ જવામાં અને ભાવિ પેઢીઓને પ્રેરણા આપવામાં તેમના યોગદાનની પણ પ્રશંસા કરી હતી.