મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તા.24મી ડિસેમ્બરે રાજકોટ ખાતેથી ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q)2.0નું લોન્ચિંગ કરાશે
Live TV
-
રાજ્યનો યુવા વિદ્યાર્થી વધુ તેજસ્વી, પ્રતિભાશાળી, જ્ઞાન સમૃદ્ધ બની ગુજરાતને સંપુર્ણપણે જાણી આત્મનિર્ભર ગુજરાતની પહેલ સાથે દ્રઢતાથી જોડાઈ શકે તે હેતુથી “ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ (G3Q) 2.0”નું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) 2.0 વિશે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.24મી ડીસેમ્બર, 2023ના રોજ રાજકોટ ખાતેથી આ ક્વિઝનો શુભારંભ કરાવશે.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ(G3Q 2.0)માં સ્પર્ધકને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે જેમાં ધોરણ 9 થી 12 શાળા કક્ષાના વિદ્યાર્થીઓની કેટેગરી, કોલેજો અને યુનિવર્સિટી કક્ષાના વિદ્યાર્થીઓની કેટેગરી અને 18 અને 18 વર્ષથી ઉપરના નાગરિકોની કેટેગરી રાખવામાં આવી છે. આ ત્રણ કેટેગરીમાં ભાગ લેવા ઈચ્છુક સ્પર્ધક www.g3q.co.in (G3Q 2.0 પોર્ટલ) પર પોતાના મોબાઈલ, ટેબ્લેટ અથવા કોમ્પ્યુટરથી રજીસ્ટ્રેશન કરાવી શકશે.
રજીસ્ટ્રેશન થયા બાદ સબંધિત શાળા/કૉલેજ/યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની ખરાઈ વિજેતાની સબંધિત શાળા/કૉલેજ/યુનિવર્સિટીએ www.g3q.co.in (G3Q 2.0 પોર્ટલ) પર કરવાની રહેશે. જેનું User ID & Password આપવામાં આવશે. જેમાં login થઈને સબંધિત શાળા/કૉલેજ/યુનિવર્સિટી વિદ્યાર્થીઓની ઓળખાણ, ફોટો આઈ ડી અને બેંકની ખરાઈ કરીને Approved અથવા Reject કરવાના રહેશે. મહત્વનું છે કે, Approved થયેલા વિદ્યાર્થીઓ જ www.g3q.co.in (G3Q 2.0 પોર્ટલ) પર ક્વિઝ રમી શકશે. આમ, સ્પર્ધક www.g3q.co.in (G3Q 2.0 પોર્ટલ) લોગ ઇન થઈને પોતાના મોબાઈલ/ટેબ્લેટ/કોમ્પ્યુટરથી ક્વિઝ રમી શકશે
G3Q 2.0નાં લોન્ચિંગ કાર્યક્રમમાં અંદાજીત 3000 થી 4000 વિદ્યાર્થીઓને ક્વિઝ રમાડવામાં આવશે. જેમાં શાળા કક્ષાના પ્રથમ વિજેતાને રૂ.15,000/-, દ્વિતીયને રૂ.10,000/-, તૃતિય વિજેતાને રૂ.7,000/- તેમજ ચોથા ક્રમથી પચ્ચીસમાં ક્રમના કુલ 22 વિજેતાને રૂ.2,500/-ના રકમનું ઈનામ આપવામાં આવશે. તેમજ કૉલેજ કક્ષાના પ્રથમ વિજેતાને રૂ.25,000/-, દ્વિત્ય વિજેતાને રૂ.20,000/-, તૃતિય વિજેતાને રૂ.15,000/- તેમજ ચોથા ક્રમથી પચ્ચીસમાં ક્રમના કુલ 22 વિજેતાને રૂ.5,000/- ની રકમનું ઈનામ આપવામાં આવશે.