Skip to main content
Settings Settings for Dark

દિવ્યાંગોને લોકશાહીના પર્વમાં સહભાગી બનાવશે Saksham (સક્ષમ) એપ્લિકેશન

Live TV

X
  • ચૂંટણી પંચ દ્વારા દેશમાં લોકસભા ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. વિવિધ પ્રવૃતિઓ અને કાર્યક્રમો દ્વારા ચૂંટણી પંચ દ્વારા મતદાન જાગૃતિ અંગે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. 'એવરી વોટ કાઉન્ટ્સ'ના ધ્યેય સૂત્ર સાથે ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારોની સુવિધા પર વિશેષ કાળજી લેવામાં આવી રહી છે.

    ડિજિટલ યુગમાં ટેકનોલોજીની બોલબાલા છે ત્યારે દેશનું ચૂંટણી પંચ પણ ડિજિટલ ટેકનોલોજી આધારિત વિવિધ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને મતદારોને સુવિધાઓ આપવા તેમજ મતદારોની સમસ્યાઓનું સમાધાન કરીને મતદાન અંગે જાગૃતિ ફેલાવવા અંગે સતત પ્રયાસરત છે. વોટર હેલ્પલાઇન એપ, CVigil એપ જેવી ઘણી મોબાઈલ એપ્લિકેશનથી મતદારો સુપેરે પરિચિત છે. આવી જ એક અન્ય એપ છે Saksham એપ, જેને દિવ્યાંગજનો માટે ખાસ ડિઝાઈન કરવામાં આવી છે.

    લોકસભા સામાન્ય ચૂંટણી- 2024 ની નવસારી જિલ્લા ચૂંટણી તંત્રના માર્ગદર્શન હેઠળ પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. લોકશાહીના આ અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બને તે માટે અનેક પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. ત્યારે દિવ્યાંગજનો માટે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે અનેકવિધ સુવિધાઓ પ્રદાન કરતી અને એકદમ સરળતાથી ઉપયોગ કરી શકાતી Saksham(સક્ષમ)એપ દિવ્યાંગજનો માટે એક મૂલ્યવાન સાથીની ગરજ સારે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
apply