દીવમાં માછીમારો માટે વર્કશોપ, સુરક્ષાના સાધનો અંગે અપાઈ માહિતી
Live TV
-
દીવના ફિશરીઝ વિભાગ અને ભારતીય તટ રક્ષકના સંયુક્ત ઉપક્રમે માછીમારો માટે એક દિવસનો વર્કશોપ દીવમાં યોજાયો હતો. આ વર્કશોપમાં દરિયામાં માછીમારી માટે જતાં જીવન સુરક્ષાના સાધનોના ઉપયોગ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
જેમાં ,મુખ્યત્વે લાઈફ જેકેટ, લાઈફ બોટનો ઉપયોગ ફિશિંગ બોટમાં એલર્ટ ટ્રાન્સ મીટર ફીટ કરાવવા સહિતની જાણકારી આપવામાં આવી હતી. વૈજ્ઞાનિકો દ્વારા માછીમારોને સેટેલાઈટનો ઉપયોગ કરી સુરક્ષા, સલામતી વિશેની જાણકારી આપવામાં આવી હતી.
દીવના કલેક્ટર હેમંતકુમારના માર્ગદર્શનમાં આયોજિત આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં માછીમારો તેમજ ઓખા તથા વેરાવળના કોસ્ટગાર્ડ અને ફિશરીઝના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
