દેશને ફુલપ્રૂફ બનાવવા ફૉરેન્સિક રીસર્ચ મહત્વપૂર્ણ : રાજનાથસિંહ
Live TV
-
અમદાવાદમાં 24મી ઑલ ઇન્ડિયા ફૉરેન્સિક સાયન્સ કૉન્ફરન્સનું આયોજન, મુખ્ય અતિતિ તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ ઉપસ્થિત રહ્યા
અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં ઑલ ઇન્ડિયા ફૉરેન્સિક કૉન્ફરન્સ યોજાઇ હતી, જેમાં કેન્દ્રિય ગૃહ પ્રધાન રાજનાથસિંહે હાજરી આપી કૉન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો હતો. ર૪મી ઑલ ઇન્ડિયા ફૉરેન્સિક કૉન્ફરન્સમાં તેમણે કહ્યુ હતું કે, એક સમય હતો જયારે સાક્ષીના નિવેદન પર સમગ્ર કેસની દિશા નકકી થઇ જતી હતી. પ્રાસંગિક પ્રવચનમાં તેમણે વર્તમાન સમયમાં વિવિધ ગુનાના ઉકેલમાં ફોરેન્સીક સાયન્સને પ્રધાન્ય આપ્યું હતું. તેમણે જણાવ્યું છે કે, કોઈપણ દેશને ફુલપ્રૂફ બનાવવા માટે ફોરેન્સિક રીસર્ચની મહત્વપૂર્ણ ભૂમિકા છે. ફોરેન્સીક રિસર્ચનું ઘણા સમયથી ચાલતું આવ્યું છે. આજના જમાનામાં ફોરેન્સિક પુરાવાને વધારે વિશ્વસનીય માનવામાં આવે છે.