દ્રારકામાં યાત્રીકોએ ધૂળેટીનો ઉત્સવ ઉજવ્યો
Live TV
-
દ્વારકાના જગત મંદિરમાં ફૂલડોલ ઉત્સવની ઉજવણી આવતી કાલે બપોરેના બે થી ચાર વાગ્યા દરમ્યાન કરવામાં આવશે. ત્યારે આજે ધુળેટી નિમિતે દ્વારકામાં આવેલા પદયાત્રીઓ રંગે રમ્યા હતા. ઉપરાંત સ્થાનિક લોકોએ પણ આર્ગોનિક કલરથી ધુળેટી રમી હતી. દ્વારકામાં રંગના રસિયા યુવક-યુવતીઓએ સાથે મળીને રંગે રમ્યા હતા. દ્વારકાના તમામ માર્ગો પર રંગો ઉડતા જોવા મળયા હતા. દ્વારકાવાશીઓ અને પદયાત્રીઓ આજે વહેલી સવારથી જ પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરવા લોકો ઉમટી પડ્યા હતા.