ધોરણ-૧૦ના નિયમિત વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યના ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઇને ધોરણ-૧૦માં નિયમિત વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન અપાશે.આ અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ વર્ગમાં ભણતા વિદ્યાર્થીઓનું રસીકરણ હાલ શક્ય નથી..ત્યારે વિદ્યાર્થીઓના વિશાળ આરોગ્ય હિતને જોતાં રાજ્ય સરકારે પરીક્ષા રદ કરવાનો નિર્ણૅય કર્યો છે.આ અંગે વધુમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ ઉમેર્યુ કે, રાજ્યની ૧ હજાર ૨૭૬ સરકારી, ૫ હજાર ૩૨૫ ગ્રાન્ટ ઇન એઇડ, ૪ હજાર ૩૩૧ સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય ૪૫ શાળાઓ મળી કુલ ૧૦ હજાર ૯૭૭ શાળાઓમાં ધોરણ-૧૦ ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ માસ પ્રમોશન આપવામાં આવશે. વધુમાં શિક્ષણ મંત્રીએ ઉમેર્યુ કે, ધોરણ-૧૦ની પરીક્ષામાં બેસનારા રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા કોરોનાના કેસોમાં ઘટાડો થયા બાદ જરૂરી સમીક્ષા કરીને યોજવામાં આવશે.
