રાજ્યમાં કોરોનાનાં 10,742 નવા દર્દીઓ સાથે રિકવરી રેટ 81.85 ટકા થયો
Live TV
-
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 10,742 નવા દર્દીઓ નોંધાયા છે, જયારે 15,269 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીના પરિણામે રાજ્યમાં સાજા થવાનો 81.85 ટકા પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી કુલ 5,93,666 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10,742 કેસ નોંધાયા છે. તો 15,269 દર્દીઓ સ્વસ્થ થયા છે. આરોગ્ય વિભાગની યોગ્ય કામગીરીને કારણે રાજ્યમાં રિકવરી રેટ 81.85 ટકા પર પહોંચ્યો છે. આજે કુલ 1,51,772 વ્યકતિઓનું રસીકરણ કરવામાં આવ્યું.
સુરતમાં 1003, અમદાવાદમાં 2878, વડોદરામાં 1111, રાજકોટમાં 691 ગાંધીનગરમાં 232, મહેસાણામાં 399, ભરૂચમાં 173, જામનગર 474, જૂનાગઢમાં 572, સાબરકાંઠા 123, ભાવનગર 330, મોરબીમાં 52, અમરેલીમાં 298 કેસ નોંધાયા છે.
