નર્મદાના પાણી મુદ્દે કૉંગ્રેસ અને ભાજપ બંને વચ્ચે સામસામે આક્ષેપબાજી
Live TV
-
નર્મદાના પાણી મુદ્દે કૉંગ્રેસ અને ભાજપ બંને વચ્ચે સામસામે આક્ષેપબાજી થઈ છે. કૉંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે સીધો આક્ષેપ કરતા જણાવ્યું છે કે ભાજપ સરકારે ગુજરાતમાં ચૂંટણી જીતવાના સત્તા સ્વાર્થમાં માત્ર બે જ મહિનામાં 12 મીટર નર્મદાનાં પાણી વેડફી કાઢ્યાં છે.
નર્મદાના પાણી મુદ્દે કૉંગ્રેસ અને ભાજપ બંને વચ્ચે સામસામે આક્ષેપબાજી થઈ છે. કૉંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે સીધો આક્ષેપ કરતા જણાવ્યું છે કે ભાજપ સરકારે ગુજરાતમાં ચૂંટણી જીતવાના સત્તા સ્વાર્થમાં માત્ર બે જ મહિનામાં 12 મીટર નર્મદાનાં પાણી વેડફી કાઢ્યાં છે. ગુજરાતના ખેડૂતો અને જનતા સાથેનું આ જળકપટ ગંભીર જ નહીં, પરંતુ ગુનાઇત બેદરકારી હોવાથી મુખ્યપ્રધાન શ્રી વિજયભાઈ રૂપાણીને એક દિવસ પણ સત્તામાં રહેવા અધિકાર નથી.બીજી તરફ, ભાજપે પણ વળતો જવાબ આપ્યો છે. ભાજપના પ્રવક્તા ભરતભાઈ પંડ્યાએ જણાવ્યું છે કે પાણીના મુદ્દે કૉંગ્રેસ મગરનાં આંસુ ન સારે. નર્મદા ઑથોરિટીની જાહેરાતને કૉંગ્રેસ ખોટી રીતે ન મૂલવે.