Skip to main content
Settings Settings for Dark

નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં વિવિધ દેશના પક્ષીઓ સમાવતું ખાસ પક્ષીઘર બન્યું આકર્ષણ કેન્દ્ર

Live TV

X
  • ઓસ્ટ્રેલિયન અને આફ્રિકન પ્રજાતિ સહિતના વિવિધ દેશોના પક્ષીઓનો સમાવેશ કરાયો છે.

    નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં તાજેતરમાં વિવિધ દેશના પક્ષીઓ સમાવતું ખાસ પક્ષીઘર મુલાકાતીઓનું આકર્ષણ કેન્દ્ર બન્યું છે. આ પક્ષીઘરમાં 30 પ્રજાતિના 255 પક્ષીઓ જોવા મળી રહયાં છે. બીલીમોરા બર્ડ પાર્કમાં વિવિધ એક્ઝોટિક બર્ડ રાખવામાં આવ્યા છે. જેમાં ઓસ્ટ્રેલિયન અને આફ્રિકન પ્રજાતિ સહિતના વિવિધ દેશોના પક્ષીઓનો સમાવેશ કરાયો છે. મુલાકાતીઓને પક્ષીઓના પ્રજાતિ વિશે વિસ્તૃત જાણકારી ઉપલબ્ધ છે. ઉપરાંત રંગબેરંગી માછલીઓ, બતકની જોડીઓ, ઇગુઆના (મોટા કાચિંડા), ગીની પીગ બર્ડ પાર્કમાં છે.

    આ બર્ડપાર્કનો મુખ્ય હેતુ એ છે કે, સ્થાનિક તથા આસપાસના વિસ્તારોમાં લોકોમાં વિવિધ પક્ષીઓની અલગ અલગ પ્રજાતિઓ અંગે જાગૃતતા વધે. અહીં પક્ષીઓ માટે તૈયાર કરાયેલા ઘાસ, છોડ અને ઝાડના પ્લાન્ટેશનને પણ તેને અનુરૂપ જ લગાવવામાં આવ્યા છે. અહીનું વાતાવરણ પક્ષીઓ માટે સાનુકૂળ રહ્યું છે. જેથી પક્ષીઓ ઈંડા મુકતા પણ થયા છે.

    બીલીમોરા બર્ડ પાર્કના સંચાલક અને પક્ષીવિદ્ આદિત્યભાઇ દેસાઈ જણાવે છે કે, વિવિધ દેશોના પક્ષીઓને જોવાનો આનંદ હવે અહીના લોકો તથા બાજુમાં સોમનાથ મહાદેવના મંદિરમાં આવનાર શ્રદ્ધાળુઓ લઈ શકશે. આ પાર્કમાં એક્ઝોટિક પક્ષીઓ વિશાળ પાંજરામાં રાખવામાં આવ્યાં છે. આ બર્ડ પાર્કની ડિઝાઇન, સમાવિષ્ટ પ્રજાતિઓ તેમજ પક્ષીઓની સારસંભાળ ગુણવત્તાસભર રીતે કરાઇ રહી છે.

    બીલીમોરા નગરપાલિકા દ્વારા 32,192 ચો.ફૂટના વિસ્તારમાં ફેલાયેલા ગાર્ડનનું નવીનીકરણ કરી આ બર્ડ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પાર્કમાં રૂા.33.75 લાખના ખર્ચે વિશાળ પાંજરાઓ ઉભા કરવામાં આવ્યાં છે. અહીં નાના બાળકો માટે પ્લે એરિયા તથા ગાર્ડન સ્પેસ, કેન્ટીન અને રેસ્ટ હાઉસની સુવિધાઓ રાખી છે. મુલાકાતીઓ અહીં વોક વે એવીયરી પર ચાલીને પક્ષીઓને સ્પર્શીને ફીડીંગ પણ કરાવી શકે છે. સાથે સેલ્ફી તથા ફોટો પણ લઇ શકે છે. 

    બીલીમોરા એક્ઝોટિક બર્ડ પાર્કમાં જોવા મળનાર પક્ષીઓ

    આ એક્ઝોટિક બર્ડ પાર્કમાં લવેન્ડર વેક્સબીલ, ઝેબ્રા ફિન્ચ, બેંગોલી ફિન્ચ, ગૌલ્ડીયન ફિન્ચ, સ્ટાર ફિન્ચ, ઇટાલિયન ફિન્ચ, રેડ વેલવેટ ફિન્ચ, જાવા સ્પેરો, પેરાકીટની નાની પ્રજાતિ, કોકાટીલ, બજરીગર પેરાકીટ, ક્રિમસન બેલીડ પેરાકીટ, બ્લ્યુ મોંક પેરાકીટ, આફ્રિકન લવ બર્ડ, મકાઉ બ્લ્યુ, ગોલ્ડ મકાઉ, મકાઉ ગ્રીન વિંગ, ઇલેક્ટસ પેરોટ, આફ્રિકન ગ્રે પેરોટ, સન ક્નુર પેરોટ, બ્લ્યુ ગ્રીન ચીકડ પેરાકીટ, યેલો સાઈડેડ ક્નુર, સ્વાઇનસન લોરીકીટ, ડસ્કી લોરી કીટ, બ્લેક હેડેડ કાઈટ પેરોટ, ગોલ્ડન ફ્રીઝન્ટ, સિલ્વર ફ્રીઝન્ટ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply