નવસારી જિલ્લામાં ચંદનના વક્ષોની ચોરીની ઘટના આવી સામે
Live TV
-
ચોર ટોળકી આધુનિક સાધનોનો ઉપાયોગ કરી, ઝાડ પરિપક્વ છે કે કેમ એ ચકાસ્યા બાદ રાત્રિ દરમિયાન આધુનિક ઈલેક્ટ્રોનિક કટરથી ઝાડ કાપીને ચોરી ગઇ હતી.
નવસારી જિલ્લામાં ચંદનના વૃક્ષોની ચોરીની ઘટના સામે આવી છે. જિલ્લાના ગણદેવી તાલુકામાં ગણદેવી ખારેલ માર્ગ પર આવેલા વાદસાંગળ ગામેથી 6, તોરણ ગામેથી 2, રહેજ ગામેથી 1 તેમજ હાઇવે નજીકના વાઘરેચ ગામેથી બે ચંદનના ઝાડ મળી કુલ 11 ઝાડ ચોરાયા હોવાનું સામે આવ્યુ છે. અઠવાડિયાની અંદર તાલુકાનાં ત્રણ ગામોમાંથી પરિપક્વ ચંદનના વૃક્ષો કાપી લઈ જતાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે. 6 મહિના અગાઉ પણ 6 થી 7 ચંદનના ઝાડ કપાવાની ફરિયાદ ઉઠી હતી.
ચોર ટોળકી આધુનિક સાધનોનો ઉપાયોગ કરી, ઝાડ પરિપક્વ છે કે કેમ એ ચકાસ્યા બાદ રાત્રિ દરમિયાન આધુનિક ઈલેક્ટ્રોનિક કટરથી ઝાડ કાપીને ચોરી ગઇ હતી. ચોરોએ અન્ય વૃક્ષોને પણ ચકાસ્યા હોવાથી ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ મુદ્દે ત્રણેય ગામોના ખેડૂતોએ ચીખલી વન વિભાગ અને ગણદેવી પોલીસને જાણ કરી હતી. જેના પગલે ચોર ટોળકીનું પગેરૂ શોધી કાઢવા રાત્રિ દરમિયાન લાકડા ભરેલા વાહનોનું સઘન ચેકિંગ કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ચંદનના અતિકિંમતી વૃક્ષોના લાકડાઓ કોસ્મેટિક્સ ચીજવસ્તુઓ સાથે પૂજામાં પણ વપરાય છે. એક પરિપક્વ વૃક્ષની કિંમત 2 લાખ જેટલી આંકવામાં આવે છે.
