નાણા ડબલ કરવાના નામે રૂ.260 કરોડની છેતરપિંડી
Live TV
-
અમદાવાદના વસ્ત્રાપુરમાં , વિનય શાહ તેમજ તેમના પત્ની ભાર્ગવી શાહે , નાગરિકો સાથે 260 કરોડની છેતરપિંડી કરી હતી. ટૂંકા ગાળામાં નાણાં ડબલ કરવાના નામે , મોટું કૌભાંડ આચરીને , નાસી ગયેલા કૌભાંડી વિનય શાહ સામે , ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશ્નર જે.કે. ભટ્ટે, ઘી કાંટા કોર્ટમાં બદનક્ષીનો દાવો નોંધાવ્યો હતો. વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવીએ , શહેરના થલતેજ વિસ્તારમાં, પોતાની ઓફિસ ખોલી હતી , અને ત્યાંથી તેઓ ઠગાઈનો મોટો કારોબાર ચલાવતાં હતાં. આ આક્ષેપને ફગાવતા જે.કે.ભટ્ટે , બદનક્ષીની ફરિયાદ દાખલ કરી હતી. આરોપી ઠગ વિનય શાહ દ્વારા, આ કૌંભાડ બાબતે 11 પાનાની ચિઠ્ઠી લખાવામાં આવી છે. જેમાં જનકસિંહ નામની વ્યકિતનો ઉલ્લેખ છે જેણે વિનય શાહની કંપનીમાં 50, 000નું રોકાણ કર્યુ હતુ. જનક સિંહ વસ્ત્રાપુર પોલિસ સ્ટેશન ફરિયાદ માટે પહોંચ્યા હતા. આ અંગે વિગત આપતા ગૃહમંત્રી પ્રદિપ સિંહ જાડેજાએ જણાવ્યુ કે, આ કંપનીની તપાસ સીઆઈડી ક્રાઈમ દ્વારા કરાશે. જે માટે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરાઈ છે.
