Skip to main content
Settings Settings for Dark

જૂનાગઢનાં તત્કાલીન કમિશ્નર વી.જે.રાજપૂત સસ્પેન્ડ

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ ભ્રષ્ટાચાર આચરનારા અધિકારીઓ પ્રત્યે કડક વલણ અપનાવતા એક મહત્વ પૂર્ણ નિર્ણય લીધો છે. જૂનાગઢ મહાનગર પાલિકા ના તત્કાલીન કમિશનર વી.જે રાજપૂત જેઓ 2009ની બેચ ના IAS અધિકારી છે, તેમને જૂનાગઢ ના મ્યુનિસિપલ કમિશનર દ્વારા ગેરરીતિના સંદર્ભમાં તાત્કાલિક અસર થી ફરજ મોકૂફ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ આ સનદી અધિકારી સામે ખાતાકીય તપાસ તેમજ પોલીસ ફરિયાદ કરવા ના પણ આદેશો આપ્યા છે. શ્રી રાજપૂત સામે મ્યુનિસિપલ કમિશનર તરીકેના તેમના કાર્યકાળ દરમ્યાન નરસિંહ મહેતા સરોવર બ્યૂટીફિકેશન ટેન્ડરમાં તેમજ ડસ્ટબીનની ખરીદીમાં તથા વૃક્ષારોપણની કામગીરીમાં ગેરરીતિ આચારીને ગેરવર્તન, ફરજ પ્રત્યે નિષ્ઠાનો અભાવ અને અપ્રમાણિકતા ભરી કામગીરી કરી હોવાના આક્ષેપો છે. તદ્દઉપરાંત, તેમની સામે ઢોર પકડ શાખામાં ભ્રષ્ટાચાર કરી ખોટા બિલો બનાવવા અને વાહન હરાજીમાં સારા વાહનો વેચી દેવાની ગેરરીતિ અંગે પોલીસ તપાસ કરવાના આદેશો કર્યા છે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply