પરિવારને અને દેશને પોષ્ટિક ખોરાક મળી રહે તે માટે ખેડૂતે પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો નિર્ણય લીધો
Live TV
-
જમીન માટે હવે પ્રાકૃતિક ખેતી અપનાવવાનો શ્રેષ્ઠ સમય છે
પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેના માધ્યમ થકીખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. ત્યારે દરેક વર્ષે ભારત દેશના ખૂણે-ખૂણે લોકો રાસાયણિક ખેતીની પદ્ધતિ છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. તો ગુજરાતના રાજ્યમાં વધુ એક ખેડૂતે પ્રાકૃતિક ખેતીની પરંપરાને અપનાવી છે.
જમીન માટે હવે પ્રાકૃતિક ખેતી અપનાવવાનો શ્રેષ્ઠ સમય છે
ત્યારે પાટણ જિલ્લાના એવા ખેડૂત જેઓ પોતાના ખેતરમાં રાસાયણિક ખેતી કરતા હતા, પરંતુ રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિ વિશે આપવામાં આવેલા મહત્વને લીધે તેઓને પણ પ્રાકૃતિક ખેતી કરવામાં રસ પડ્યો
અને હાલમા તેઓ પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છીએ. પરમાભાઈ ઠાકોરે એ જણાવ્યું હતું કે પોતાના પરિવાર માટે, ગામ માટે , જમીન માટે હવે પ્રાકૃતિક ખેતી અપનાવવાનો શ્રેષ્ઠ સમય છે. હું મારા પરિવારને પોષ્ટિક ખોરાક મળી રહે તે માટે હવે પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું.પાટણ જિલ્લામાંથી ઘણા બધા ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. પ્રાકૃતિક
ખેતી દ્વારા ખેડૂતો તંદુરસ્ત રાષ્ટ્ર નિર્માણ માટેની પેઢી બનાવવાનું ઉત્તમ કામ કરી રહ્યા છે. તે ઉપરાંત પરમાભાઈ તેમના અન્ય ખેડૂત મિત્રોને પણ પ્રાકૃતિક ખેતી શરુ કરવાનો આગ્રહ કરીને માર્ગદર્શન આપી રહ્યા છે.