કચ્છ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિની સમીક્ષા માટે બેઠક યોજાઈ
Live TV
-
ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે સતત ખેડૂતોને માર્ગદર્શન આપીને નિષ્ઠાપૂર્વકના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે કચ્છ કલેક્ટર અમતિ અરોરા દ્વારા કચ્છમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને તાજેતરમાં થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર પી.કે.તલાટીએ તમામ સભ્યોને આવકારીને જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની સ્થિતિ અંગે વિસ્તૃત જાણકારી જિલ્લા કલેક્ટર અમિત અરોરા અને જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિને આપી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ પાંચ ગ્રામ પંચાયતના કલસ્ટરદીઠ તાલીમ, જિલ્લા અને તાલુકાકક્ષાએ પ્રાકૃતિક પેદાશોના વેચાણ કેન્દ્રો, ખેડૂતલક્ષી યોજનાઓમાં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને પ્રાથમિકતા, પ્રાકૃતિક કૃષિના પંચસ્તરીય મોડેલ ફાર્મની રચના, દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના, પ્રાકૃતિક કૃષિનો બહોળો પ્રચાર પ્રસાર, પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોની જમીનમાં સેન્દ્રિય કાર્બનની ટકાવારી, જમીન નમૂનાઓનું લેબમાં પરિક્ષણ, જીવામૃત અને ઘનામૃત બનાવવા માળખાકીય સુવિધાઓ વિકસાવવાની સહાય યોજનાઓ અને કલસ્ટર નોડલ અધિકારી દ્વારા પ્રાકૃતિક ખેતી અંતર્ગત કરવામાં આવેલી કામગીરી વગેરે બાબતોની સમીક્ષા કરીને જિલ્લામાં મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાઈ તે રીતે આયોજન કરવા માટે માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારીએ પ્રાકૃતિક પેદાશો લોકો સુધી સરળતાથી ઉપલબ્ધ થાય એવું આયોજન ખેડૂતો સાથે સંકલન કરીને કરવા સૂચના આપી હતી.