પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરની અમદાવાદ-વડોદરા ક્ષેત્રાધિકારના સંસદો સાથે બેઠક
Live TV
-
બેઠકમાં પાછલા એક વર્ષ દરમિયાન અમદાવાદ અને વડોદરા મંડળોની મુખ્ય પ્રવૃત્તિઓ અને ઉલ્લેખનીય સિદ્ધિઓની માહિતી તથા અમદાવાદ, ભુજ અને સાબરમતી સ્ટેશનોના પુનઃવિકાસ પરિયોજનાઓની પ્રગતિ વિશે પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશન મારફતે વિગતવાર માહિતી આપવામાં આવી
તારીખ 22.08.2024ને ગુરૂવારના રોજ અમદાવાદ અને વડોદરા મંડળોના ક્ષેત્રાધિકાર હેઠળ આવતા માનનીય સંસદ સભ્યો સાથે જનરલ મેનેજર પશ્ચિમ રેલવે અશોક કુમાર મિશ્રની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠકમાં માનનીય સંસદ સભ્યોમાં ભરતસિંહજી ડાભી, હસમુખભાઈ પટેલ,ગેનીબેન ઠાકોર, હરીભાઈ પટેલ, દિનેશભાઈ મકવાણા, ચંદુભાઈ શિહોરા, શોભનાબેન બારૈયા, નરહરી અમીન, રમીલાબેન બારા, બાબુભાઈ દેસાઈ, મયંકભાઈ નાયક, ડૉ. હેમાંગ જોશી, મિતેશભાઈ પટેલ, મનસુખભાઈ વસાવા, જશુભાઈ રાઠવા, દેવુસિંહ ચૌહાણ, રાજપાલસિંહ યાદવ, ડૉ. જશવંતસિહં પરમાર અને રામભાઈ મોકરિયા, મંડળ રેલવે મેનેજર અમદાવાદ સુધીર કુમાર શર્મા અને મંડળ રેલવે મેનેજર વડોદરા જીતેન્દ્ર સિંહ તથા પશ્ચિમ રેલવેના પ્રમુખ મુખ્ય અધિકારીઓ, NHSRCL, RLDA અને મંડળના સિનિયર અધિકારીઓ ઉપસ્થિત હતા. બેઠકમાં સામેલ તમામ માનનીય સભ્યોનું જનરલ મેનેજર મિશ્ર એ સ્વાગત કર્યું તથા અમૂલ્ય નિર્દેશ અને સૂચનો આમંત્રિત કર્યા.
આ બેઠકમાં પાછલા એક વર્ષ દરમિયાન અમદાવાદ અને વડોદરા મંડળોની મુખ્ય પ્રવૃત્તિઓ અને ઉલ્લેખનીય સિદ્ધિઓની માહિતી તથા અમદાવાદ, ભુજ અને સાબરમતી સ્ટેશનોના પુનઃવિકાસ પરિયોજનાઓની પ્રગતિ વિશે પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશન મારફતે વિગતવાર માહિતી આપવામાં આવી. જનરલ મેનેજર મિશ્ર એ જણાવ્યું કે યાત્રીઓના હિતમાં સુવિધાઓ અને સેવાઓ વધારવાની યોજનાઓ તૈયાર કરવામાં તમામ માનનીય લોક પ્રતિનિધિઓના મહત્વપૂર્ણ ફીડબેકનું પ્રમુખ યોગદાન રહે છે. માનનીય પ્રતિનિધિઓની સલાહ અને વિમર્શના આધારે જ રેલવે પ્રશાસન યાત્રી-હિતકારી યોજનાઓનું સફળ અમલીકરણ સુનિશ્ચિત કરી શકે છે. પશ્ચિમ રેલવે પોતાના સન્માનનીય યાત્રીઓને યથાસંભવ ઉત્તમ સેવાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની દિશામાં હંમેશા અગ્રગણ્ય રહ્યું છે અને અમે સંરક્ષા, સેવા અને ગતિના ધ્યેય મંત્ર પર અમલ કરતાં આપણા રેલવે તંત્રને વધુ મજબૂત બનાવવા માટે હંમેશા પ્રયત્નશીલ છીએ. પશ્ચિમ રેલવેના આધારભૂત માળખાના અપગ્રેડેશન અને વિસ્તરણ દ્વારા ભવિષ્યમાં ઉત્તમ સેવાઓ માટે મજબૂત પાયો નાંખવો એ અમારો મુખ્ય ધ્યેય છે. જનરલ મેનેજર મિશ્ર એ માનનીય સંસદ સભ્યોના અમૂલ્ય નિર્દેશ અને સૂચનો આમંત્રિત કરીને તેના પર વહેલાંસર કાર્યવાહી કરવાનો વિશ્વાસ અપાવ્યો.