ધરોહર લોકમેળાને લઈને પોલીસતંત્ર સજ્જ, 544 પોલીસ જવાનો અને 44 અધિકારીઓ સુરક્ષામાં કરાયા તૈનાત
Live TV
-
રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રેસકોર્સ ખાતે યોજાશે. ધરોહર લોકમેળા અંગે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જેને લઈને રાજકોટ DCP ઝોન-2એ પત્રકાર પરિષદ યોજી હતી. આ લોકમેળો આવતીકાલથી પ્રારંભ થશે. આ વર્ષે દસ લાખથી વધુ લોકો મુલાકાત લે તેવી સંભાવના છે. સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં લઈને રાજકોટ પોલીસ ખડેપગે છે. રાજકોટ અગ્નિકાંડે જેવી દુર્ઘટના ફરીવાર ન સર્જાઈ તેને લઈને તંત્ર હરકતમાં આવી ગયું છે.
ઝોન ટુના ડીસીપી જગદીશ બંગરવાએ જણાવ્યું હતું કે મેળામાં ઇમરજન્સી માટે બે અલગ અલગ દરવાજા બનાવવામાં આવ્યા છે. લોકમેળામાં 544 પોલીસ જવાનો અને 44 અધિકારીઓ તૈનાત રહેશે. આ ઉપરાંત, ભીડને કંટ્રોલ કરવા માટે અલગ અલગ ત્રણ પ્રકારની લેયર ક્રાઉડ મેનેજમેન્ટ વ્યવસ્થા કરાઈ છે. ધરોહર લોકમેળા માટે 10થી વધુ જગ્યાએ પાર્કિંગ રાખવામાં આવ્યા છે. તેમજ પોલીસે અપીલ કરી છે કે બાળકોના ખિસ્સામાં નામ સરનામા વાળી ચિટ્ઠી વાલીઓ જરૂર મૂકે . મેળામાં મહિલાઓની સુરક્ષા માટે C ટીમ તૈનાત રાખવામાં આવશે.
ધરોહર લોકમેળામાં કોઈ અનિછનીય બનાવ ન બને તે માટે આસામાજિક તત્ત્વો પર વોચ રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત, 6 જેટલા માર્ગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મહત્ત્વનું છે કે, દર વર્ષે આ મેળો યોજાય છે જેમાં દસ લાખથી વધુ મુલાકાતીઓ મેળાની મજા માણે છે. જેમની સુરક્ષામાં તંત્ર ખડેપગે છે.