મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં પુડ્ડુચેરીના ઉપરાજ્યપાલ કે કૈલાસનાથ સાથે કરી શુભેચ્છા મુલાકાત
Live TV
-
પુડ્ડુચેરીના ઉપરાજ્યપાલ કે કૈલાસનાથને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ અવસરે મુખ્યમંત્રીએ કૈલાસનાથનને પુડ્ડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકેનો કાર્યભાર સંભાળવા બદલ શુભકામનાઓ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે, કૈલાસનાથન પુડ્ડુચેરીના ઉપરાજ્યપાલ તરીકેનો પદભાર સંભાળ્યા બાદ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવેલા છે.
કૈલાસનાથન 2009થી ગુજરાત સરકારમાં હતા
કે. કૈલાશનાથન ગુજરાત કેડરના 1979 બેચના IAS અધિકારી હતા. વર્ષ 2009થી તેઓ CMO તરીકે ફરજ બજાવતા હતા. કે. કૈલાશનાથન 2013 માં CMOમાં અધિક મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા હતા. તેઓ CMOમાં સૌથી શક્તિશાળી અધિકારી હતા જેથી તેઓ 10 વર્ષ પહેલાં નિવૃત્ત થયા હોવા છતાં, સરકાર સ્પેશિયલ કેસમાં તેમની નિમણૂકમાં વધારો કરી રહી હતી. તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખાસ માનવામાં આવે છે. ગુજરાતમાં ચાર મુખ્યમંત્રી બદલાયા પરંતુ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ તરીકે કે. કૈલાશનાથન રહ્યા. એવું કહેવાય છે કે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૌથી વિશ્વાસુ અધિકારી હતા.