Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવનો કરાવ્યો શુભારંભ

Live TV

X
  • અમદાવાદના જીએમડીસી મેદાન ખાતે વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવ -2024નો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુભારંભ કરાવ્યો હતો. શારદીય નવરાત્રિની સમગ્ર દેશવાસીઓને શુભેચ્છા પાઠવતાં તેમણે જણાવ્યું કે, "પ્રાચીનકાળથી મા શક્તિની ભક્તિ અને આરાધનારૂપે નવરાત્રિનો આ મહોત્સવ ઉજવવાની પરંપરા ચાલી આવે છે. વિશ્વમાં સૌથી લાંબો ચાલતો આ મહોત્સવ તંત્ર-મંત્ર, ધ્યાન, આરાધના, સાધના થકી સર્જન, શક્તિ અને વિદ્યાના સંચયની આંતરિક તેમજ કૌટુંબિક જાગૃતિનો અવસર છે." સાથે તેમણે કહ્યું , "પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરબાને ધાર્મિક વિરાસત સાથે પર્યટન અને ભાવિ પેઢી સાથે જોડીને ગરબાને આધુનિક ઓળખ અપાવી છે."

    ગૃહમંત્રીએ શેરી ગરબાનો ઉલ્લેખ કર્યો

    કેન્દ્રીય ગૃહમંત્રીએ શેરી ગરબાની વાત કરતા જણાવ્યું કે, "શેરી ગરબા પ્રથાનું મહત્ત્વ ઓછું થવા લાગ્યું ત્યારે પીએમ મોદીએ ગરબાનું મૂળ સ્વરૂપ જળવાઈ રહે, તે માટે વાઈબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવની શરૂઆત કરાવી હતી. આજે પીએમ મોદીના સફળ નેતૃત્વ હેઠળ યુનેસ્કોએ પણ ગુજરાતના ગરબાને વૈશ્વિક સાંસ્કૃતિક ધરોહર તરીકે ઓળખ તરીકે સ્વીકારી છે. ગરબો એ ગર્ભનો અપભ્રંશ છે અને તેનો મૂળ અર્થ સર્જન એવો થાય છે, ત્યારે પીએમ મોદીએ ગરબાને ધાર્મિક વિરાસત સાથે જોડીને પર્યટન સાથે જોડવાનું કાર્ય કર્યું છે એની સાથે આવનારી પેઢીને ગરબા સાથે જોડીને આપણી પ્રાચીન વિરાસતને આધુનિકતા ઓળખ આપવાનું કામ કર્યું છે."

    નવરાત્રિ અને ગરબા ગુજરાતની ઓળખ: CM  ભૂપેન્દ્ર પટેલ

    વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે "નવરાત્રિ અને ગરબા તો ગુજરાતની ઓળખ છે. ગુજરાતની આ ઓળખને ગ્લોબલ પ્લેટફોર્મ અપાવવાનું વિઝન પીએમ મોદીનું હતું. વિશ્વ આખું ગુજરાતના આ સાંસ્કૃતિક વારસાને જાણે-માણે એ માટે તેમણે જ વર્ષ 2011માં વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આ વર્ષની વાઇબ્રન્ટ નવરાત્રિનો પ્રારંભ કરાવવા દેશના ગૃહ મંત્રી અમિત શાહ પધાર્યા છે, એમનું ઉમળકાભેર સ્વાગત કર્યું છું." મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, "પીએમ મોદીના કારણે જ આજે દેશ-વિદેશમાં ગુજરાતનો ગરબો જાણીતો બન્યો છે અને ગત વર્ષે યુનેસ્કો દ્વારા ગરબાને ‘અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર’ તરીકે જાહેર કરાયો છે. ગરબાને વૈશ્વિક બહુમાન મળ્યા પછીની આ પ્રથમ નવરાત્રિ છે, જે તમામ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે."

    વિદેશી રાજદૂતો અને પ્રતિનિધિઓએ નવરાત્રિ મહોત્સવનો આનંદ માણ્યો

    વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવ-2024ના આજના શુભારંભ પ્રસંગે ડેનિસના એમ્બેસેડર  ફ્રેડી સ્વાન, ઝિમ્બાબ્વેના પીટર હોબવાની, લેસોથોના  થબંગ લીનસ ખોલુમો, ઈથિયોપિયાના બિઝુનેસ મેસરેટ, એક્વેડોરના જ્યોર્જ એનરાંગો, બુરુન્ડીના ચાર્લ્સ રવાંગા, સર્બિયાના લાઝર વુકાડિનોવિક, નેપાળના ડૉ. સુરેન્દ્ર થાપા, સ્લોવાકના રોબર્ટ મેક્સિઅન તેમજ જના મેક્સિઆનોવા, ટોગોના યાવો એડેમ, શ્રીલંકાના ક્ષેનુકા સેનેવિરત્ને સહિત વિવિધ દેશોના રાજદૂતો તથા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
apply