મહેસાણા: CM ભૂપેન્દ્ર પટેલે શક્તિપીઠ બહુચરાજી મંદિરના નવીનીકરણનું કર્યું ખાતમુહૂર્ત, રૂ. 80 કરોડના ખર્ચે કરાશે નવનિર્માણ
Live TV
-
મહેસાણા: આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે યાત્રાધામ શક્તિપીઠ બહુચરાજી મંદિરના નવીનીકરણનું ખાતમુહૂર્ત કર્યું છે .મહેસાણા જિલ્લાના સૌથી જાણીતા શક્તિપીઠ બહુચરાજી મંદિરના નવીનીકરણની કામગીરી છેલ્લા 8 વર્ષમાં બીજીવાર કરવામાં આવી છે. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સાથે મહેસાણા જિલ્લાના સ્થાનિક સાંસદ સભ્યો અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં બહુચરાજી મંદિરનું રૂપિયા 80 કરોડના ખર્ચે નવનિર્માણ કરવામાં આવશે. બહુચરાજી મંદિર હાલ ની ઊંચાઈ 49 ફૂટ છે પણ હવે બહુચરાજી મંદિરનું નવીનીકરણ કરવામાં આવતા મંદિરની ઊંચાઈ 86 ફૂટ કરવામાં આવશે.
બહુચરાજી મંદિરને 86 ફૂટ ઉંચુ બનાવવામાં આવશે
મહેસાણાના પ્રખ્યાત શક્તિ મંદિર બહુચરાજીને 86 ફૂટ ઉંચુ બનાવવામાં આવશે. બહુચરાજીના સર્વાંગી વિકાસના પ્રથમ ફેઝની કામગીરી અંતર્ગત આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાત મુર્હૂત વિધીમાં ઉપસ્થિત રહ્યા હતા. વાસ્તુ શાસ્ત્ર મુજબ તૈયાર થનારું આ મંદિરના મુખ્યદ્વારા કલાત્મક કોતરણીવાળા બનાવવામાં આવશે. અને ગુજરાતના અન્ય મોટા મંદિરોની જેમ તેનો પણ વિકાસ કરવામાં આવશે. આ અગાઉ બહુચરાજી મંદિરનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું ત્યારે ઊંચાઈ અને હલકી ગુણવત્તાની કામગીરી મામલે મંદિર વિવાદમાં સપડાયું હતું .