Skip to main content
Settings Settings for Dark

જન્માષ્ટમીને લઈને જામનગર એસટી વિભાગ દ્વારા મુસાફરો માટે દ્વારકાથી દોડાવાશે વધારાની બસ

Live TV

X
  • દ્વારકામાં જન્માષ્ટમી મહોત્સવમાં રાજયના અલગ-અલગ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભકતો આવતા હોય છે ત્યારે જામનગર એસટી વિભાગ દ્વારા એકસ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવશે. જેથી દ્વારકા જતા ભકતોને કોઈ મુશ્કેલી ન થાય અને એક સારી સુવિધા મળે તે રીતે જામનગર એસટી વિભાગ દ્વારા બસનું સંચાલન કરવામાં આવ્યું છે. 

    ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ જામનગર દ્વારા દ્વારકામાં જન્માષ્ટમી મહોત્સવ-2024ને ધ્યાને રાખી સમગ્ર ગુજરાત રાજયના અલગ-અલગ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં મુસાફરો આવતા હોય છે જેને ધ્યાને લઇને તા. 25 થી 27 ઓગસ્ટ 2024 દરમિયાન મુસાફરોને આવાગમન માટે જામનગર એસટી વિભાગ દ્વારા એકસ્ટ્રા સંચાલન કરવાનું આયોજન કરાયું છે.

    આગામી તા. 25 થી 27 સુધી જામનગર ડેપોથી મુસાફરોને એકસ્ટ્રા બસોમાં એડવાન્સ બુકિંગ કરાવી શકશે તેમજ એક જ ગ્રુપના 51 થી વધુ મુસાફરોને ગ્રુપ બુકિંગ કરાવશે તો એકસ્ટ્રા બસની સુવિધા એસટી નિગમ દ્વારા આપવામાં આવશે. જેમાં જામનગરથી દ્વારકા, રાજકોટ, મોરબી, અમદાવાદ, જૂનાગઢ તેમજ દ્વારકા થી પોરબંદર, હર્ષદ, જામનગર, રાજકોટ, જૂનાગઢ, સોમનાથ સહિત જામનગર વિભાગ ની 25 બસો એક્સ્ટ્રા ટ્રાફિકને ધ્યાને લઈ ચલાવવામાં આવશે તેમ વિભાગીય નિયામક અને ડેપો મેનેજર દ્વારા જણાવાયું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply