Skip to main content
Settings Settings for Dark

પાટણ: સમોડા ગામની બે હેક્ટર જમીનમાં બનાવાશે ઓક્સિજન પાર્ક

Live TV

X
  • સમોડા ગામમાં બની રહેલા આ સમોડી વનમાં 1100 પીપળા સહિત અન્ય ઐષધીય વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે

    કોરોના મહામારી વચ્ચે જયારે લોકોને ઓક્સિજનની અછત સર્જાઈ ત્યારે લોકોને સાચા અર્થમાં પર્યાવરણનું મહત્વ સમજાયું છે. ત્યારે પાટણ જિલ્લાના સમોડા ગામમાં એક અનોખી પહેલ શરુ થઇ છે. સમોડા ગામમાં આશરે 2 હેક્ટર જેટલી જમીનમાં પીપળવન બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. આ ગામના કુળદેવી સમોડી માતાના મંદિરથી આગળ થોડા આગળ “સમોડી વન” ઊભું કરી, તેમાં આશરે 1100 જેટલા પીપળ અને આ સિવાય બોરસલ્લી, ઊમરો, વડ, આંબલી, સેતૂર, ખીજડો તેમજ ગિલોય, ડોડી જેવા ઔષધી વેલા, તુલસી, અરડૂસી, બ્રાહ્મી જેવા નાના છોડનું વાવેતર કરવાની શરૂઆત કરવામાં આવી છે. 
    સમોડા ગામમાં આ પીપળ વન ઊભું કરવા માટે સ્થાનિક વહીવટી તંત્રના જુદા-જુદા વિભાગો દ્વારા 6.80 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત સમોડી વન ઉભું કરવા માટે માતૃભૂમિ પ્રત્યે લગાવ ધરાવતા શ્રેષ્ઠીઓ દ્વારા પણ સવા લાખનું દાન આપવામાં આવ્યું છે. આ અનુદાનમાંથી વનની જગ્યાને સમતલ બનાવી ફેનસીંગ વાડ ઊભી કરવામાં આવી છે. આ સમોડી વન ખાતે ઑક્સીજન પાર્ક ઉપરાંત યુવાનો ફિઝીકલી ફિટ રહે તે માટે ટ્રેક, રમત ગમતના તેમજ કસરતના સાધનો પણ મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
apply