ગુજરાતના ધોળાવીરાને ટૂંક સમયમાં મળી શકે છે વર્લ્ડ હેરિટેજનો દરજ્જો
Live TV
-
તાજેતરમાં જ પેરિસ ખાતે યોજાયેલી યુનેસ્કોની ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવાયો, જેની સત્તાવાર જાહેરાત હવે ટૂંક સમયમાં થશે
ગુજરાતના ગૌરવમાં વર્લ્ડ હેરીટેજનો વધુ એક ટેગ ઉમેરાઈ શકે તેવી સંભાવનાઓ છે. હડપ્પન સંસ્કૃતિને જાળવીને બેઠેલા કચ્છના ભચાઉ તાલુકાના ધોળાવિરાને વર્લ્ડ હેરીટેજનો દરજ્જો મળી શકે છે. ધોળાવિરાને વર્લ્ડ હેરિટેજનો દરજજો આપવાનો પેરિસમાં યુનેસ્કોની ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય લેવાયો છે. જો કે, આ અંગેની સત્તાવાર જાહેરાત હવે ટૂંક સમયમાં કરવામાં આવશે.
હજારો વર્ષ જૂની હડપ્પા કાલીન સભ્યતાને પોતાના પેટાળમાં સંગ્રહીને બેઠેલા પૂર્વ કચ્છમાં આવેલ ભચાઉ તાલુકામાં ધોળાવીરા આવેલું છે. ભુજથી લગભગ 200 કિલોમીટર ઉત્તરમાં ખડીરબેટ આવેલો છે, જેની પર ધોળાવીરા ગામ વસ્યું છે. કચ્છના કોઈ પણ સામાન્ય ગામ જેવું જ લાગતું આ ગામ એક અસામાન્ય ઇતિહાસ ધરબીને બેઠું છે.
