મોરબીના યુવાનોએ ઉત્સાહભેર રસીકરણ અભિયાનમાં લીધો ભાગ
Live TV
-
18 થી 44 વર્ષની વય ધરાવતા લોકો માટે શરુ થયેલા રસીકરણમાં મોરબી જિલ્લાના યુવાનો ઉત્સાહભેર લઇ રહ્યા છે ભાગ
કોરોના મહામારીથી બચવા લોકો પાસે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન તેમજ કોરોના વિરોધી રસી એ જ સુરક્ષા માનવામાં આવી રહી છે. ત્યારે સરકાર દ્વારા ત્રણ તબક્કામાં રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અન્વયે હાલ ત્રીજા તબક્કાનું રસીકરણ ચાલી રહ્યું છે. તાજેતરમાં જ સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં શરૂ કરાયેલા 18 થી 44 વર્ષની વય ધરાવતા લોકો માટેનું રસીકરણ અભિયાન શરૂ કર્યું હતું.
આ રસીકરણ અભિયાનને મોરબીમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. યુવાનો માટે સરકાર દ્વારા શરૂ કરાયેલ નિઃશુલ્ક રસીકરણ અભિયાન અંતર્ગત મોરબી શહેર અને જિલ્લામાં સિવિલ હોસ્પિટલ સહિત જુદા-જુદા પંદર જેટલા રસીકરણ કેન્દ્રો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ રસીકરણની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે. આ ઉપરાંત ખાનગી માન્ય હોસ્પિટલોમાં પણ પેઈડ વેક્સિનેશનની કામગીરીને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
