Skip to main content
Settings Settings for Dark

પાણી (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) સુધારા અધિનિયમ-૨૦૨૪ ગૃહમાં પસાર

Live TV

X
  • આ સુધારા અધિનિયમનો ઉદ્દેશ મુળ અધિનિયમ “પાણી (પ્રદુષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ-૧૯૭૪ “ (સન ૧૯૭૪ ના છઠ્ઠા) ની જોગવાઇઓને બિન-ગુનાહિત કરવાનો છે. જેથી કરીને રાજ્યમાં કામકાજ સરળ બને અને રાજ્ય પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં અધ્યક્ષની નામનિયુક્તિની પ્રક્રીયા સરળ બને.

    ગુજરાત વિધાનસભામાં પાણી (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) સુધારા અધિનિયમ-૨૦૨૪ અંગેનો પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો .ગુજરાત વિધાનસભા ગૃહ દ્વારા  ભારતના સંવિધાનના અનુચ્છેદ-૨૫૨થી મળેલી સત્તાની રૂએ સંસદે પસાર કરેલ પાણી (પ્રદુષણ નિવારણ અને નિયંત્રણ) સુધારા અધિનિયમ-૨૦૨૪ (સન ૨૦૨૪નો ક્રમાંક : ૫)  સ્વીકારવા માટે આજે તા.૨૨/૦૮/૨૦૨૪ના રોજ સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા દ્વારા રજૂ કરાયેલ ગુજરાત વિધાનસભા ગૃહ દ્વારા સ્વીકારવામાં આવેલ પાણી (પ્રદુષણ નિવારણ અને નિયંત્રણ) સુધારા અધિનિયમ-૨૦૨૪ (સન ૨૦૨૪નો ક્રમાંક:૫)ની મુખ્ય વિગતો આ મુજબ છે. રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષની નિયુક્તિ કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવનાર માર્ગદર્શિકા મુજબ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે અને તેમની સેવાના નિયમો અને શરતો કેન્દ્ર સરકાર દ્વારા માર્ગદર્શિકામાં નિર્ધારિત કરવામાં આવશે.

    કેન્દ્ર સરકાર સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સાથે પરામર્શ કરીને, સત્તાવાર ગેઝેટમાં નોટિફિકેશન દ્વારા, ઔદ્યોગિક પ્લાન્ટ્સની અમુક શ્રેણીઓને કન્સેન્ટ મેળવવાની જોગવાઈઓમાંથી મુક્તિ આપી શકે છે તથા કેન્દ્ર સરકાર સેન્ટ્રલ બોર્ડ સાથે પરામર્શ કરીને, કન્સેન્ટ અરજીના સમયબદ્ધ નિકાલ અથવા માન્યતાના સમયગાળા સહિત કોઈપણ ઉદ્યોગની સ્થાપના માટે કોઈપણ રાજ્ય બોર્ડ દ્વારા સંમતિ આપવા, ઇનકાર અથવા રદ કરવા સંબંધિત બાબતો પર માર્ગદર્શિકા જારી કરી શકે છે.પાણી અધિનિયમ ૧૯૭૪ની કલમ ૨૦, ૩૨, ૩૩એ,૨૪,૨૫,૨૬ અને અન્ય કોઈ પણ જોગવાઈનુ ઉલ્લંઘન કરે તો પાણી સુધારો અધિનિયમ, ૨૦૨૪ની કલમ ૪૧, ૪૧એ, ૪૨, ૪૩, ૪૪ અને ૪૫એ હેઠળ તેના માટે રૂ. ૧૦ હજાર થી રૂ. ૧૫ લાખ સુધીના દંડની રકમ નિર્ધારિત કરેલ છે અને જો કોઈ, વ્યક્તિ, ઉલ્લંઘન અથવા પાલન ન કરે, જ્યાં સુધી આ પ્રકારનું ઉલ્લંઘન ચાલુ રહે ત્યાં સુધી દરરોજ રૂ. ૧૦ હજારનો વધારાનો દંડ નિર્ધારિત કરેલ છે.

    ભારત સરકાર દંડ નિર્ધારિત કરવાના હેતુ માટે એક અથવા વધુ અધિકારી જે ભારત સરકારના સંયુક્ત સચિવ અથવા રાજ્ય સરકારના સચિવના હોદ્દાથી નીચે ન હોય તેવા નિર્ણાયક અધિકારીઓની નિમણૂક કરી શકે છે. નિર્ણાયક અધિકારીઓ પુરાવા માટે વ્યક્તિઓને બોલાવી શકે છે અને સંબંધિત અધિનિયમોના ઉલ્લંઘનની તપાસ હાથ ધરી શકે છે. જે વ્યક્તિઓ નિર્ણાયક અધિકારી/ઓથોરિટી દ્વારા પસાર કરાયેલા આદેશથી નારાજ હોય તે માટે અપીલની પદ્ધતિઓનો ઉલ્લેખ કરે છે. કેન્દ્ર સરકાર, પર્યાવરણ સુરક્ષા ફંડ તરીકે ઓળખાતું ફંડ સ્થાપી શકે છે. આ અધિનિયમની જોગવાઈઓ હેઠળ જ્યાં નિર્ણાયક અધિકારી દંડ અથવા વધારાનો દંડ લાદે છે આવા દંડની રકમ ઈપીએ ૮૬ની કલમ ૧૬ હેઠળ સ્થાપનાર પર્યાવરણીય સંરક્ષણ ભંડોળમાં જમા કરવામાં આવશે.

    પાણી અધિનિયમ ૧૯૭૪ની કલમ ૨૫ અથવા કલમ ૨૬(કન્સેન્ટને લગતી)ની જોગવાઈઓનું પાલન કરવામાં નિષ્ફળ જાય તો પાણી સુધારો અધિનિયમ, ૨૦૨૪ની કલમ ૪૫ ઈ હેઠળ દોઢ વર્ષથી લઈ સાત વર્ષ સુધીની કેદની સજા અને દંડની જોગવાઈ કરેલ છે.આ અધિનિયમની જોગવાઈઓ હેઠળ લાદવામાં આવેલ દંડ અથવા વધારાનો દંડ ૯૦ દિવસની અંદર કોઈપણ વ્યક્તિ ચૂકવવામાં નિષ્ફળ જાય, તો તેને ત્રણ વર્ષ સુધીની મુદત માટે કેદની સજા અથવા દંડની બમણી રકમ અથવા તેથી વધુ દંડની રકમ લાદવામાં અથવા બંનેની જોગવાઈ કરાઇ છે.જો કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારનો કોઈપણ વિભાગ પાણી અધિનિયમ ૧૯૭૪ની કોઈપણ જોગવાઈનું ઉલ્લંઘન કરે તો વિભાગના વડા અથવા કોઈપણ જવાબદાર હોય તેવા અધિકારી જવાબદાર રહેશે અને તેના એક મહિનાના બેઝિક પગારના જેટલો દંડ ચૂકવવો માટે જવાબદાર રહેશે. નિર્ણાયક અધિકારી અથવા તેમના વતી અધિકૃત કોઈપણ અધિકારી દ્વારા પાણી અધિનિયમ ૧૯૭૪ની હેઠળના ગુના માટે કોર્ટમાં ફરીયાદ કરી શકશે. પાણી (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) સુધારા અધિનિયમ-૨૦૨૪ અંગેના પ્રસ્તાવને આજે વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર કરાયો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply