પાવાગઢ મંદિરમાં પ્રત્યક્ષ દર્શન માટે બંધ રાખવાની મુદત 10 જૂન સુધી વધારવામાં આવી
Live TV
-
કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પાવાગઢ મંદિરમાં પ્રત્યક્ષ દર્શન માટે બંધ રાખવાની મુદત 10મી જૂન સુધી વધારવામાં આવી છે. તો પુરાતત્વ વિભાગ દ્વારા આરક્ષિત સ્મારકો પણ મુલાકાતીઓ માટે 15 મી જૂન સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. વર્લ્ડ હેરીટેજ માં સ્થાન ધરાવતા પાવાગઢ - ચાંપાનેર ખાતેના 114 સ્મારકો પૈકી 39 સ્મારકો પુરાતત્વ વિભાગ દ્વારા આરક્ષિત કરેલ છે.
કોરોનાને નિયંત્રણ રાખવા કેટલાક પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે પર્યટક સ્થળો તેમજ ધાર્મિક સ્થળો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. અને હવે જ્યારે કોરોના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે તો પણ કેટલાક સ્થળો બંધ રાખવામાં આવી રહ્યા છે જેથી કોરોના ફરી ગતિ ના પકડે અને તે માટે જ પાવાગઢ મંદિરમાં પ્રત્યક્ષ દર્શન વધુ 10 દિવસ બંધ રાખવામાં આવ્યા છે.
