Skip to main content
Settings Settings for Dark

પૂર્વ IPS સંજીવ ભટ્ટને પાલનપુર બીજી એડિશનલ એન્ડ સેશન કોર્ટ NDPS કેસમાં દોષિત ઠેરાવ્યા

Live TV

X
  • પૂર્વ IPS સંજીવ ભટ્ટને પાલનપુર બીજી એડિશનલ એન્ડ સેશન કોર્ટ NDPS કેસમાં દોષિત ઠેરવી 20 વર્ષની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પાલનપુર કોર્ટે સંજીવ ભટ્ટને અલગ-અલગ 11 કલમો હેઠળ દોષિત ઠેરવી સજા અને દંડ ફટકરાયો છે જો દંડ ન ભરે તો એક વર્ષની સાદી કેદ ની સજા કરવાની જોગવાઈ કરાઇ છે.

    વર્ષ 1996માં બનાસકાંઠાના તત્કાલીન SP સંજીવ ભટ્ટે પાલનપુરની લાજવંતી હોટમાં રાજસ્થાનના પાલીના વકીલના રૂમમાં 1.15 કિલો અફીણ રખાવી ખોટો કેસ કર્યો હતો .

    પાલીના વકીલ સુમેરસિંહ રાજપુરોહિતના સમર્થનમાં અને સંજીવ ભટ્ટ સામે પગલાં લેવા પાલીના એડવોકેટ એસોસિએશનએ 6 મહિના સુધી હડતાળ કરી હતી. ખોટો કેસ કર્યો હોવાનું સામે આવતા 2018માં સંજીવ ભટ્ટની CID ક્રાઇમે ધરપકડ કરી હતી. આ કેસને લઈને સંજીવ ભટ્ટ સાડા પાંચ વર્ષથી પાલનપુરની સબજેલમાં હતા 

    તમને જણાવી દઈએ કે 1996ના આ કેસમાં બનાસકાંઠાના તે સમયે SP રહેલા સંજીવ ભટ્ટ પર પાલનપુરની એક હોટલમાં 1.5 કિલો અફીણ રાખીને એક વકીલને નાર્કોટિક્સ કેસમાં ફસાવવાનો આરોપ હતો. સંજીવ ભટ્ટ સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ અને ગુજરાતના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક આર.બી. શ્રીકુમાર સાથે 2002ના ગુજરાત રમખાણોના કેસોના સંબંધમાં કથિત રીતે બનાવટી પુરાવા ઊભા કરવા મામલે પણ આરોપી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
apply