Skip to main content
Settings Settings for Dark

બુલેટ ટ્રેન વર્ષ 2022 સુધીમાં અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડશે

Live TV

X
  • બુલેટ ટ્રેન પર ઝડપથી કામ થઈ રહ્યું છે. પહેલી બુલેટ ટ્રેન અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે. જે વર્ષ ૨૦૨૨ સુધીમાં શરૂ થાય તેવી શક્યતા છે.

    મોદી સરકારના સૌથી મહત્વનો પ્રોજેક્ટ એટલે કે બુલેટ ટ્રેન પર ઝડપથી કામ થઈ રહ્યું છે. પહેલી બુલેટ ટ્રેન અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે. જે વર્ષ ૨૦૨૨ સુધીમાં શરૂ થાય તેવી શક્યતા છે. આ ટ્રેન મુંબઈથી અમદાવાદ વચ્ચે કુલ ૫૦૮ કિમીનું અંતર કાપશે અને મુંબઈથી અમદાવાદ વચ્ચેની આ બુલેટ ટ્રેનના ૧૨ સ્ટેશન હશે. બુલેટ ટ્રેન ૧૦ રૂટ્‌સ પર દોડશે. 

    જે વિશે વધારે માહિતી આપતાં રેલવે બોર્ડના મેનેજિંગ ડાયરેક્ટરે જણાવ્યું હતું કે, આ માટે 360 હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવી છે. અને પંદર જેટલા ગામોમાં જમીન સંપાદિત કરવા માટેની સમસ્યા છે, તે પણ રાજ્ય સરકાર સાથે ચર્ચા કરીને નવી જંત્રી પ્રમાણે તેમને કિંમત ચૂકવી સંપાદિત કરવામાં આવશે. આ સાથે હાઇકોર્ટમાં ૫૫ જેટલા જમીન અધિગ્રહણના કેસ પેન્ડિંગ છે. આ ઉપરાંત રેલવેના 150 એક્સ્ટ્રા હાઇવોલ્ટેજ લાઇનને પણ શિફ્ટ કરવામાં આવી રહી છે. 

    અમદાવાદમાં પણ સાબરમતી રેલવે સ્ટેશન ખાતે બુલેટ ટ્રેન માટે એક સ્ટેશન બનાવવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ કાલુપુર સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર 10, 11 અને 12 ઉપર બુલેટ ટ્રેન માટે નેશનલ હાઈસ્પીડ સ્ટેશન બનાવવામાં આવશે. આ માટે તેમણે સિવિલ વર્ક માટેના ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply