Skip to main content
Settings Settings for Dark

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજુ થઈ શકે છે શ્રીંકાર વર્ષા, હવામાન વિભાગની આગાહી

Live TV

X
  • અરબી સમુદ્રમાં સાયકલોન સિસ્ટમ એક્ટીવ થતાં અને લો પ્રેશર સર્જાવવાના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

    રાજ્યમાં ચાલુ વર્ષે ચોમેર મુશળધાર વરસાદ વરસ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાત ભરમાં 118.11 ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 20 જીલ્લાના 104 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. અરબી સમુદ્રમાં સાયકલોન સિસ્ટમ એક્ટીવ થતાં અને લો પ્રેશર સર્જાવવાના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

    આ સાથે હવામાન વિભાગે દરિયાખેડૂઓને દરિયો ન ખેડવા પણ સુચના આપવામાં આવી છે. ઉપરાંત રાજ્યના દરિયા કિનારે આવેલા જિલ્લાઓમાં આગામી 24 કલાકમાં સારો વરસાદ રહેશે. ગુજરાતમાં થઇ રહેલી શ્રીકાર વર્ષાને કારણે રાજ્યભરના મોટાભાગના જળાશયોમાં પાણીની આવક થઇ રહી છે.

    નોંધનીય છે કે ઉપરવાસમાં પણ થતી મેઘમહેરને કારણે ડેમમાં પાણીની આવક થઇ રહી છે. પાણીની આવકના પગલે નદીઓમા્ં પાણી છોડવામાં આવી રહ્યું છે. તેમાંય રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમની વર્તમાન જળસાપટી 137 મીટરને આંબી ગઇ છે. જે ઐતિહાસિક સપાટી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
apply