ભરૂચના નેત્રંગ તાલુકામાં ગોઝારો અકસ્માત સર્જાયો, 5 લોકોના મોત
Live TV
-
પેસેન્જર કારને અજાણ્યા વાહને ટક્કર મારતા કાર ખાઈમાં ખાબકી
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અહી પેસેન્જર કારને અજાણ્યા વાહને ટક્કર મારતા કાર ખાઈમાં ખાબકી હતી. આ ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત નીપજ્યા હતા. મૃતકોમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે ચાર મહિલાઓ સારવાર દરમિયાન મૃત્યુ પામી હતી.
આ માર્ગ પરથી એક પેસેન્જર ઇકો કાર મુસાફરોને બેસાડી જઈ રહી હતી એ દરમ્યાન પુર ઝડપે આવી રહેલ ટ્રકે ટક્કર મારી હતી. પોલીસે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકો ખાનગી કંપનીમાં કામ કરતા હતા અને કામ પૂર્ણ કરી ઘરે જઈ રહ્યા હતા તે દરમ્યાન આ અકસ્માત સર્જાયો હતો.
