મા કાર્ડના લાભાર્થીઓને કોરોનાની સારવારમાં 50 હજારની સહાય મળશે, સ્મશાનમાં કામ કરતા કર્મચારીઓ માટે પણ લેવાયો મહત્વનો નિર્ણય
Live TV
-
રાજ્યના 80 લાખથી વધુ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારને કોરોનાની સારવાર ખર્ચમાં મોટી રાહત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે કોર કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના 80 લાખથી વધુ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારને કોરોનાની સારવાર ખર્ચમાં મોટી રાહત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય તો તેમને સરકાર ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે રોજના 5 હજાર રૂપિયા પેટે સુધીની મર્યાદામાં 10 દિવસના 50 હજાર રૂપિયા સુધીના સારવાર ખર્ચની સહાય કરવામાં આવશે. આ લાભ મા અમૃતમ-વાત્સલ્ય કાર્ડનો ઉપયોગ કરી શકશે. લાભાર્થીઓ આ નિર્ણયનો 10 જુલાઈ સુધી લાભ મેળવી શકશે.
મુખ્યમંત્રી વિજય રુપાણીએ રાજ્યના સ્મશાન ગૃહોમાં કામ કરતા કર્મચારીઓની વર્તમાન પરિસ્થિતિની કપરી સેવાને ધ્યાનમાં રાખતા મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યના સ્મશાન ગૃહો માં કામ કરતા કર્મચારી નું , કોરોના ના કારણે , નિધન થાય, તો તેમના પરિવાર ને 25 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. સ્મશાનગૃહોમાં કામ કરતા કર્મચારીઓને પણ 1 એપ્રિલ 2020ની અસરથી કોરોના વોરિયર્સ ગણીને કોરોના વોરિયર્સને મળતા તમામ લાભ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
