શક્તિપીઠ અંબાજી મંદિરના રૂબરૂ દર્શન માટે બંધ રાખવાનો સમયગાળો 18મી મે સુધી લંબાવાયો
Live TV
-
શક્તિપીઠ અંબાજી મંદિરના રૂબરૂ દર્શન માઈભક્તો માટે બંધ રાખવાનો સમયગાળો 18મી મે સુધી લંબાવવાનો હુકમ કલેક્ટર આનંદ પટેલે બહાર પાડ્યો છે. અગાઉ આ પ્રતિબંધ 12 મે સુધીનો હતો. અલબત માતાજીની સેવા પૂજા અને આરતી સહિતની વિધિ ભટ્ટજી મહારાજ દ્વારા પરંપરા મુજબ યોજાતી રહેશે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત મૂળ શક્તિપીઠ ગબ્બર મંદિર, અંબિકા વિશ્રામ ગૃહ, જગતજનની પથિકાશ્રમ અને અંબિકા ભોજનાલય પણ 18 મે સુધી બંધ રખાશે.
