ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી નડ્ડા આજથી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવશે
Live TV
-
ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી નડ્ડા પદભાર સંભાળ્યા બાદ પ્રથમવાર ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. જેમને લઇને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાજ્ય સરકારના મંત્રીઓ, પ્રદેશ અગ્રણીઓ સહિત ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ અમદાવાદ એરપોર્ટ ખાતે જે.પી.નડ્ડાનું ભવ્ય સ્વાગત-અભિવાદન કરશે.
ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી નડ્ડા પદભાર સંભાળ્યા બાદ પ્રથમવાર ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. જેમને લઇને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાજ્ય સરકારના મંત્રીઓ, પ્રદેશ અગ્રણીઓ સહિત ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ અમદાવાદ એરપોર્ટ ખાતે જે.પી.નડ્ડાનું ભવ્ય સ્વાગત-અભિવાદન કરશે. જે.પી.નડ્ડાની ઉપસ્થિતિમાં કમલમ્ ખાતે વિવિધ પ્રકારની બેઠકો યોજાશે. જેમાં, ભાજપ પ્રદેશ હોદ્દેદારો, ધારાસભ્યો, સાંસદ સભ્યો, સંગઠન પર્વના પ્રદેશ સંયોજક તથા સહસંયોજક, પ્રદેશ અગ્રણીઓ, ભાજપના વિવિધ મોરચાના પ્રદેશ અધ્યક્ષો, જીલ્લા,મહાનગરના પ્રદેશ પ્રભારી તથા પ્રમુખો, તમામ ઝોન ઇન્ચાર્જ-સહઇન્ચાર્જ તથા વિવિધ બોર્ડ નિગમના ચેરમેન-ડે.ચેરમેન ઉપસ્થિત રહેશે. તો જીતુભાઇ વાઘાણીએ વધુમાં કહ્યું કે, ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડા ૨૦ જુલાઇના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. જયાં મધ્ય ગુજરાતના ભાજપના અગ્રણીઓ તથા કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી જે.પી.નડ્ડાનું સ્વાગત તથા અભિવાદન કરશે.
