વિધાનસભામાં ઉઠયો કાંકરીયા રાઇડ દુર્ઘટનાનો મુદ્દો, રાજયગૃહ મંત્રીએ આપ્યા જવાબ
Live TV
-
અમદાવાદમાં કાકરીયા પાર્કમાં ડીસ્કવરી રાઇડ પડતા જે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ત્યારે 29 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા નિયમ ૧૧૬ મુજબ તાકીદની ચર્ચા કરવામાં આવી હતી,
અમદાવાદમાં કાકરીયા પાર્કમાં ડીસ્કવરી રાઇડ પડતા જે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ત્યારે 29 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા નિયમ ૧૧૬ મુજબ તાકીદની ચર્ચા કરવામાં આવી હતી, આ વિશે માહિતી આપતા રાજ્ય ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા મૃતકના વારસદારોને ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે. આ બનાવ માટે જવાબદાર ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ઘનશ્યામ પટેલ સંચાલક ઘનશ્યામભાઈ મેનેજર, તુષાર મધુકાન્ત જોષી ની ધરપકડ કરવામાં આવી છે. ભવિષ્યમાં આ પ્રકારની ગંભીર ઘટના ન બને તે માટે રાજ્યમાં નિયત મંજૂરીથી ચાલતી રાઈડ્ઝનું પુનઃપરીક્ષણ અને નિરીક્ષણ કરવા તથા મંજુરી વગર ચાલતી તમામ રાઇડ તાત્કાલિક અસરથી બંધ કરવા માટે પોલીસ કમિશનર જિલ્લા મેજીસ્ટ્રેટ અને તમામ પોલીસ અધિક્ષકને સૂચના આપવામાં આવી છે
