અમદાવાદ એરપોર્ટ ખાતે શહીદ જવાનના પાર્થિવ દેહને મુખ્યપ્રધાને આપી શ્રદ્ધાંજલિ
Live TV
-
માતૃભૂમિ માટે શહાદત વ્હોરનારા ભારતીય સેનાના વીર સિપાહી મહેસાણા જિલ્લાના કુડા ના ઠાકોર પ્રવિણજી પ્રધાનજી ના પાર્થિવ દેહ ને અમદાવાદ હવાઈ મથકે લવાયો ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શ્રધાંજલિ અર્પણ કરી હતી.
માતૃભૂમિ માટે શહાદત વ્હોરનારા ભારતીય સેનાના વીર સિપાહી મહેસાણા જિલ્લાના કુડા ના ઠાકોર પ્રવિણજી પ્રધાનજી ના પાર્થિવ દેહ ને અમદાવાદ હવાઈ મથકે લવાયો ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શ્રધાંજલિ અર્પણ કરી હતી. મુખ્યમંત્રી નવી દિલ્હીથી પરત આવી એરપોર્ટ પર ઉતર્યા ત્યારે તેમને આ વીર શહીદના પાર્થિવ દેહ ને વતન લઇ જવા માટે અમદાવાદ હવાઈ મથકે લવાયો છે તેની જાણ થતાં જ તેઓ આ વીર જવાન ને ભાવાંજલી આપવા રોકાઈ ગયા હતા. વિજયભાઈ રૂપાણીએ દેશ માટે ફના થઇ જનારા આ સેનાનીને પુષ્પાંજલિ કરી યથોચીત અંજલિ આપી હતી. ભારતીય સેનાના અમદાવાદ સ્થિત વરિષ્ઠ અધિકારી બ્રિગેડિયર સિંગ અને અન્ય સેના અધિકારીઓ જવાનો એ આ વીર જવાન ને વિરોચીત સન્માન આપ્યું હતું. સિપાહી ઠાકોર પ્રવિણજી જમ્મુ કાશ્મીર માં લેહ ખાતે વિરગતી પામ્યા હતા.
