ભારે વરસાદના પરિણામે ગુજરાતના 46 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર
Live TV
-
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 54% જળ સંગ્રહ. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 50.06% જળ સંગ્રહ
રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે 46 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 1,80,589 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 54.06 ટકા જળસંગ્રહ ટકા નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના કુલ ૨૦૬ જળાશયોમાં 2,40,661 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 42.96 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.
આજે સવારે 8 કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં ભારે વરસાદના પરિણામે દમણગંગામાં 51,708 ક્યુસેક, ઉકાઈમાં 33,168 ક્યુસેક અને હિરણ-૨માં 15,789 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ ઉપરાંત રાણા ખીરસરામાં 13,530 ક્યુસેક, ભાદર-૨માં ૧૩,૧૭૨ ક્યુસેક, વેણુ-૨માં 12,943 ક્યુસેક અને સરદાર સરોવરમાં 11,144 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ સિવાય રાજ્યના 26 ડેમ 70 ટકાથી 100 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત 26 ડેમ ૫૦ થી 70 ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે 39 ડેમ ૨૫થી 50 ટકા ભરાયા છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 50.06 ટકા, કચ્છના 20માં 49.23, દક્ષિણ ગુજરાતના 13માં 46.16 ટકા,મધ્ય ગુજરાતના 17માં 35.17, તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 26.59 ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.b