ભુજમાં BSF 53મો રાઇઝિંગ દિવસ
Live TV
-
બોર્ડર સિક્યુરિટી ફોર્સ ના 53 માં રાઈઝિંગ ડેના ઉપલક્ષમાં ગઈકાલે ભૂજ ખાતે BSF બટાલિયનમાં આર્મી જવાનોની પત્નીઓ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 1 ડિસેમ્બરના BSFના રાઇઝિંગ ડે ના ઉપલક્ષમાં ભૂજના મુન્દ્રા રોડ સ્થિત 79 BSF બટાલિયનમાં જવાનોની પત્નીઓના વેલ્ફેર એસોસીએશન દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. BSF જવાનોની પત્નીઓ દ્વારા વિવિધ પ્રકારની રંગોળી તૈયાર કરવામાં આવી હતી જેનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. વધુમાં મહેંદી સ્પર્ધા , રસોઈ સ્પર્ધા નું પણ આયોજન કરાયું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતા.બીએસએફના 300 જવાનોના પરિવાર દ્વારા આ ખાસ ઉજવણી કરવામાં આવી હતી
