પુસ્તકમાં જીલ્લા દર્શાવવા મુદ્દે વિવાદ
Live TV
-
ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત ધોરણ 6 ના પુસ્તકમાં રાજ્યના 33 જિલ્લાની જગ્યાએ માત્ર 26 જિલ્લા દર્શાવતા વિવાદ થયો હતો. તેના પર GCERT દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો. સામાજિક વિજ્ઞાનમાં જિલ્લા વિશે માહિતી આપવાની નથી હોતી તેમજ આ પુસ્તક 2012 માં બન્યું હતું. જ્યારે રાજ્યના 7 જિલ્લાની જાહેરાત 2013 માં કરવામાં આવી હતી.માટે તે આ પુસ્તકમાં ન હતા. ત્યાર બાદ બનેલા પુસ્તકોમાં આ જિલ્લાનો સમાવેશ થવો આવશ્યક છે. આવતા વર્ષે ધોરણ 6 માં આ મહિતી નવા સ્વરૂપે સમાવેશ કરવામાં આવશે. જે આવનાર એડિશનમાં સુધારા સાથે આવશે
