Skip to main content
Settings Settings for Dark

ભુપેનદ્રસિંહ ચુડાસમાએ અમદાવાદ ખાતે આરોગ્ય વિષયક તૈયારીઓની સમીક્ષા કરી

Live TV

X
  • રાજ્ય સરકારે કોરોનાની મહામારીના પડકાર માટે અનેક પરિણામલક્ષી પગલા લીધા છે. તેના પગલે ‘કોરોના’ની અસર ક્રમશ: ઓછી થઈ રહી છે. રાજ્ય સરકારે અગમચેતીના પગલા રૂપે ‘કોરોના’ની સંભવિત ત્રીજી લહેર માટે સંપૂર્ણપણે સજ્જતા કેળવી છે. અમદાવાદ જિલ્લામાં આ સંભવિત લહેરની અસરોને ખાળવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી આગોતરી કામગીરીની શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે કલેક્ટર કચેરી ખાતે સર્વગ્રાહી સમીક્ષા બેઠક કરી હતી. 

    ભુપેન્દ્રસિહ ચુડાસમાએ જણાવ્યું હતું કે અત્યાર સુધી  હોસ્પિટલોમાં પુરતા બેડ, વેન્ટિલેટર બેડ, ઓક્સિજન,  રેમડેસિવીર ઈન્જેક્શન વિતરણ અને વ્યાપક રસીકરણ જેવા પગલાઓના પરિણામે  કોરોના પર મહદાંશે નિયંત્રણ મેળવી શકાયું હતું. સાથે સાથે ‘મારૂ ગામ, કોરોના મુક્ત ગામ’ જેવા સામાજિક અભિયાનનો પણ મોટો ફાળો રહ્યો છે, ત્યારે આ અભિયાન અતર્ગત રાજ્યમાં સમગ્રતયા ગ્રામ્ય કક્ષાએ ઉભુ થયેલું ‘હેલ્થ ઈન્સ્ફ્રાસ્ટ્રક્ચર’ સંભવિત ત્રીજી લહેરની ઘાતક અસરોને ખાળી શકશે. સાથે સાથે આરોગ્ય માળખાની કાર્યક્ષમતા- વૃદ્ધિ –કેપેસિટી બિલ્ડિંગ પર ભાર અપાશે તેમ તેમણે ઉમેર્યું હતું. સાથે સાથે જો ત્રીજી લહેરની પરિસ્થિતી ઉભી થાય તો હોસ્પિટલોમાં પુરતા બેડ, ઓક્સિજનની ઉપલબ્ધિ માટે ઓક્સિજન સીલિન્ડર કોન્સન્ટ્રેટરનો પુરતો જથ્થો-સુનિશ્ચિત કરી દેવાયો છે. સાથે સાથે વધુ ઓક્સિજન પ્લાન્ટ કાર્યાન્વિત કરવા પણ આયોજન કરવામાં આવ્યા છે.   

    અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રએ અગાઉના અનુભવોના આધારે વિશેષ આયોજન કર્યું છે. જિલ્લામાં વયોવૃધ્ધો અને નાના બાળકો-યુવાનોને સંભવિત અસરોથી બચાવવા એ વય જૂથના  સર્વે- સ્ક્રિનીંગ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું છે. અમાદાવાદ જિલ્લામાં રસીકરણની કામગીરી પણ વ્યાપક અને પરિણામલક્ષી બનાવાઈ છે.  અત્યાર સુધીમાં હેલ્થ વર્કર્સને કોરોનાની રસીના બન્ને ડોઝ આપી દેવામાં આવ્યા છે.  જ્યારે ૧૦૦ % ફ્રન્ટ લાઈન વર્કર્સને પ્રથમ ડોઝ  અને ૮૨%  ને બીજો ડોઝ આપી દેવાયો છે. ૪૫ વર્ષથી વધુ વય જૂથના ૮૨ % ને પ્રથમ ડોઝ અપાયો છે અને  ૧૮ થી વય જૂથના લોકોને રસી આપવાનું હાલ ચાલુ  છે. 

    આ બેઠકમાં ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ, કનુભાઈ પટેલ, લાખાભાઈ ભરવાડ, અગ્રણીઓ ભરતભાઇ પંડ્યા, હર્ષદ ગીરી ગોસ્વામી અધિક નિવાસી કલેક્ટર હર્ષદ વોરા જિલ્લાના પદાધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply