મુખ્યમંત્રીના હસ્તે ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમૂર્હુત કરાયા
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આજે રામ મંદિર ઓડિટોરિયમ સોમનાથ ખાતેથી વેરાવળ તાલુકાના સેમરવાવ ગામે ફિલ્ટર પ્લાન્ટનું તેમજ વેરાવળ ખાતે નાયબ પોલીસ અધિક્ષકની નવીન કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વેરાવળ- પાટણ સંયુક્ત નગરપાલિકાના જુદાં જુદાં વિસ્તારોમાં સ્ટોર્મ વોટર ડ્રેઇન તથા ફૂટપાથનું ખાતમૂર્હુત પણ કરાયું. આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, નગરપાલિકા પ્રમુખ પિયૂષભાઇ ફોફંડી, જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક, સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. સોમનાથ ખાતે પોતાના સંબોધનમાં વિજય રૂપાણીએ કહ્યું કે કોરોનાની બીજી લહેર સમાપ્ત થઈ રહી છે ત્યારે નિયંત્રણોમાં છૂટ આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરવા આવ્યો છું કે ત્રીજી લહેર જ ના આવે. કોરોના સમયે સરકારે કોઈ કસર બાકી નથી રાખી. કોરોનામાં હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતથી એક પણ વ્યક્તિનું મોત થયું નથી. કાળ ખૂબ કપરો હતો, મૃત્યુ વધ્યા હતા. તમામ મૃતકો માટે હું સંવેદના વ્યક્ત કરું છું.
કોરોનાની મહામારીના સમયે જ 210 થી 220 ની ઝડપે તાઉ તે નામનું ભયાનક વાવાઝોડું આવ્યું. 25 કલાક આ વાવાઝોડાએ ગુજરાતને ઘમરોળ્યું હતું. સરકારની સાવચેતીના કારણે તેના દ્વારા ઓછા મૃત્યુ થયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બીજા દિવસે મુલાકાત લઈ 1 હજાર કરોડની સહાય મોકલી ગુજરાતના અસરગ્રસ્ત વિસ્તારો માટે મોકલી આપી હતી.
આ અવસરે વાત કરતાં વિજય રૂપાણીએ કહ્યું કે આફતને અવસરમાં પલટાવવી એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સૂત્ર છે. સંકટ સમયે સોમનાથ મહાદેવ અને દ્રારકાધીશની કૃપાથી તાઉ તે સોમનાથ તરફ આવ્યું નથી.
