Skip to main content
Settings Settings for Dark

બેસ્ટ પરફોર્મન્સ બદલ સુરત શહેરને સતત ત્રીજી વખત મળ્યો સ્માર્ટ સિટી એવોર્ડ

Live TV

X
  • બેસ્ટ પરફોર્મન્સ બદલ સુરત શહેરને સતત ત્રીજી વખત મળ્યો સ્માર્ટ સિટીનો એવોર્ડ. આ વર્ષે ઇન્ડિયાઝ સ્માર્ટ સિટી એવોર્ડમાં વધુ એક વાર સુરત શહેરે  શુક્રવારે યોજાયેલા કાર્યક્રમમાં મેળવ્યો પ્રથમ ક્રમાંક.મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા શુક્રવારે સ્માર્ટ સિટી મિશન, અટલ મિશન ફોર રિઝ્યુએશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન અને પ્રધાનમંત્રી આવાસ યોજનાની છઠ્ઠી વર્ષગાઠ નિમિતે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મંત્રી હરદીપસિંહ પુરીની અધ્યક્ષતામાં ઇન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડનું વર્ચ્યૂઅલી આયોજન કરાયું હતું. જેમાં સુરત શહેરને સિટી એવોર્ડ, બેસ્ટ પરફોર્મન્સ સિટી એવોર્ડ મળ્યો છે. જયારે સ્માર્ટ સિટી લીડરશીપ એવોર્ડઝમાં અમદાવાદને પણ પ્રથમ નંબરનો એવોર્ડ મળ્યો છે. વડોદરાને ગુડ ગવર્નન્સ બદલ એવોર્ડ એનાયત કરાયો.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 25 જૂન,2015ના રોજ આ યોજનાઓનો પ્રારંભ કરાવ્યો હતો. જેના દ્વારા પ્રતિવર્ષ એનાયત કરવામાં આવતા આ એવોર્ડમાં વિવિધ શહેરોને તેમના વિકાસના કાર્યો અને સુવિધાઓ તેમજ પ્રગતિને ધ્યાનમાં રાખીને પસંદગી કરવામાં આવે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply