મહેસાણામાં ધુમાડા રહિત ચૂલાનું વિતરણ
Live TV
-
હવાનું પ્રદુષણ એ માત્ર દેશ જ નહિ પરંતુ સમગ્ર દુનિયા માટે જોખમ ઉભું કરી રહ્યું છે ત્યારે ખાસ ગુજરાતમાં પરંપરાગત રીતે ચૂલાનો ઉપયોગ કરતા ગ્રામ્ય વિસ્તારના લોકો આજે પણ હવામાં પ્રદુષણ ફેલાવી પોતાના સ્વાસ્થ્યને હાનિ પહોંચાડી રહ્યા છે ત્યારે મહેસાણા ખાતે ગ્રામ્ય વિસ્તારના મધ્યમ વર્ગીય પરિવારોને રાજ્ય સભાના પૂર્વ સાંસદ સ્વ.જયંતીભાઈ બારોટની દ્વિતીય પુણ્યતિથિએ સ્ટેનલેસ સ્ટીલ માંથી નિર્મિત ધુમાડા રહિત ચૂલાનું વિતરણ કરવામાં આવ્યું છે સ્વ.જ્યંતીભાઈ બારોટના પરિવાર દ્વારા સાંસદ તરીકે જ્યંતી ભાઈ એ દત્તક લીધેલા 16 ગામડાઓના 370 જેટલા મધ્યમ અને ગરીબ પરિવારોની ચિંતા કરતા આજે નિઃશુલ્ક ધુમાડા રહિત ચૂલાનું વિતરણ કરી સ્વર્ગીયને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા સમાજને મદદ રૂપ થવા એક નવો ચીલો પાડ્યો છે ત્યારે લોકો પણ આ ધુમાડા રહિત ચૂલાનો ઉપયોગ કરતા પોતાના સ્વાસ્થ્યની સાથે હવામાં થતા પ્રદુષણને પણ સલામત રાખવામાં સહભાગી બનશે.