મહીસાગરના યુવાને હિમાચલના માઉન્ટ હમતાપાસ શિખર ઉપર તિરંગો લહેરાવી વધાર્યું દેશનું ગૌરવ
Live TV
-
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના નાની સરસણના સાહસિક યુવાન મયૂર પ્રજાપતીએ હિમાચલના 14,312 ફૂટ ઊંચા માઉન્ટ હમતાપાસ શિખર ઉપર તિરંગો લહેરાવી દેશનું ગૌરવ-વધાર્યું છે. આ શિખર સર કરવામાં હાર્ડ ટ્રેકિંગનો ચાર દિવસનો સમય થયો હતો જેમાં મયુર પ્રજાપતિએ બરોડા મેડિકલ કોલેજના 27 યુવાનો અને યુવતીઓને લીડર ગાઈડ કરીને સમગ્ર ટીમ સાથે શિખર સર કરવાની સિદ્ધિ હાંસલ કરી હતી. આ સિધ્ધિથી ઉત્સાહિત મયુર હવે આગામી દિવસોમાં માઉન્ટ ફ્રેન્ડશીફ પીક,બ્રીગુ લેક, ચંદ્રખાની, ઉત્તરાખંડના શિખર સર કરવાનો સંકલ્પ કર્યો છે.અત્રે નોંધનીય છે કે મયુર પ્રજાપતિએ 2015માં હિમાચલ પ્રદેશમાં આવેલા ધનુકનુ ટોપ શિખર જે 13600 ફૂટની ઊંચાઈએ આવેલ છે તેને સર કરી સાહસિક પ્રવુત્તિઓની શરૂઆત કરી હતી.