Skip to main content
Settings Settings for Dark

માંડવીના અહેમદપુર માંડવી બીચને આંતરરાષ્ટ્રીય સ્તરનો બ્લુ ફ્લેગ બીચ જાહેર કરવા બેઠકનું આયોજન

Live TV

X
  • ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નાળિયા માંડવી ગામ માં આવેલ અહેમદપુર માંડવી બીચને બ્લુ ફ્લેગ બીચ આંતરરાષ્ટ્રીય સ્તરનો બીચ બનાવવા માટે દિલ્હીથી સંજય ઝાલા પ્રોજેક્ટ કન્સલ્ટિંગ,મિનીસ્ટ્રી ઓફ ફોરેસ્ટ એન્ડ ક્લાયમેટ ચેન્જ અને ગાંધીનગર શ્રીમતી કૃપા જા પ્રોજેક્ટ મેનેજર ગુજરાત ઇકોલોજીકલ કમિશન, નાળિયા માંડવી ગામના સરપંચ પ્રતિનિધિ રફિકભાઈ સુમરા, દીવ ટુરિઝમ ઓફિસર હિતેન બામણીયા તેમજ સમુદ્ર સેવા ટ્રસ્ટના પ્રમુખ ગોસ્વામી ધર્મેન્દ્ર ઓશિયન કન્ઝર્વેશન ડોલ્ફિન તેમજ વોટર સપોર્ટના માલિક તેમજ ગ્રામ પંચાયતના સમાજસેવકો અને આગેવાનોએ સાથે રહી આ બ્લુ ફ્લેગ બીચની આંતરરાષ્ટ્રીય સ્તરની મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. 

    જેમાં બહારથી દેશ વિદેશના સહેલાણીઓની આકર્ષવા તેમજ આજુબાજુના વિસ્તારને રોજી રોટી અને કામગીરી મળી રહે તે માટે થઈ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા આ અહેમદપુર માંડવી બીચ પર ટુરિઝમને પ્રવાસનને આકર્ષવા માટે ખૂબ જ સુંદર અને આંતરરાષ્ટ્રીય સ્તરનો બીચ બનાવવા માટે બેઠકનું તથા નિરીક્ષણનું આયોજન કરવામાં આવેલું હતું.

    ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આવેલ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચને પણ બ્લુ ફ્લેગ બીચ સર્ટિફિકેટવાળો બીચ જાહેર કરેલો છે. 

    આમ, કુલ મળીને દસ દરિયા કિનારા ભારત દેશની અંદર બ્લુ ફ્લેટ સર્ટિફિકેશનવાળા અને ઇન્ટરનેશનલ લેવલવાળા તૈયાર થશે જેમાં બે દરિયા કિનારા ગુજરાત રાજ્યને મળશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply