મુખ્યમંત્રીએ ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે નિર્માણાધીન હોટેલ પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે નિર્માણાધીન હોટેલ પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું આ સાથે અધિકારીઓને જરૂરી સૂચનો પણ આપ્યા હતા. ગાંધીનગરમાં બની રહેલી આ હોટલ ભારતીય રેલ્વે એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ પ્રોજેક્ટ અંતર્ગત રૂપિયા 721 કરોડના ખર્ચ આકાર પામી રહી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે નિર્માણાધીન હોટેલ પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું આ સાથે અધિકારીઓને જરૂરી સૂચનો પણ આપ્યા હતા. ગાંધીનગરમાં બની રહેલી આ હોટલ ભારતીય રેલ્વે એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ પ્રોજેક્ટ અંતર્ગત રૂપિયા 721 કરોડના ખર્ચ આકાર પામી રહી છે. નોંધનીય છે કે ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર 70 મીટરની ઊંચાઈ અને 300 રૂમ ધરાવતી હોટલનો પ્રોજેક્ટ દેશનો પ્રથમ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ માનવામાં આવે છે. આ મુલાકાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે અગ્ર સચિવ મનોજ કુમાર દાસ, રેલવેના ડીઆરએમ તેમજ ઉદ્યોગ કમિશનર મમતા વર્મા પણ જોડાયા હતા.
